Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સોહરાબદ્દીન કેસ મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ અેન ડબલ્યુ સમબ્રે સાંભળશેઃ ૨૨મીઅે વધુ સુનાવણી

અમદાવાદઃ સોહરાબુદ્દીન કેસ હવે મુંબઇ હાઇકોર્ટના જસ્‍ટીસ રેવતી મોહીતે ડેરની જગ્‍યાઅે હવે મુંબઇ હાઇકોર્ટના નવા જજ અેન ડબલ્યુ સમબ્રે સાંભળશે અને આ કેસની વધુ સુનાવણી ૨૨મીઅે હાથ ધરવામાં આવશે.

2005માં અમદાવાદમાં રાજસ્થાનના ગેંગસ્ટર સૌહરાબુદ્દીન શેખની અને 2006માં અંબાજી પાસે તુલસીરામ પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટર કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસે હત્યા કરી નાખી હતી. આ કેસમાં છેલ્લાં 13 વર્ષથી કોઈને કોઈ વિવાદ થયો રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી આ કેસ હાલમાં મુંબઈની કોર્ટ ચાલી રહ્યો છે. જો કે ગત મહિને મુંબઈ હાઈકોર્ટમાં આ કેસની સુનવણી કરી રહેલા જસ્ટીશ રેવતી મોહીતે ડેરે કોઈ અગમ્ય કારણસર બદલી કરી દેવામાં આવી અને આ તમામ કેસ હવે જસ્ટીશ એન ડબલ્યુ સમબ્રે સાંભળશે તેમણે તા 22 માર્ચના રોજ વધુ સુનવણી રાખી છે.

મુંબઈ હાઈકોર્ટમાં કુલ પાંચ પીટીશનો થઈ હતી, જેમાં ત્રણ પીટીશનો સૌહરાબુદ્દીન શેખના બાઈ રૂઆબુદ્દીન દ્વારા કરવામાં આવી હતી જ્યારે બે પીટીશન સૌહરાબુદ્દીન કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. આ પાંચ કેસ પૈકી ત્રણ કેસની સુનવણી જસ્ટીસ રેવતી મોહીતે ડેરે દ્વારા પુર્ણ કરવામાં આવી હતી.. આ સુવનવણી દરમિયાન જસ્ટીશ રેવતી દ્વારા સીબીઆઈ સામે સુચન નોંધ કરવામાં આવી હતી કે સીબીઆઈ કોર્ટની કાર્યવાહીમાં કોર્ટને સહકાર આપી રહી નથી. આ નોંધ બાદ તેમની બદલી થવાની ઘટના સુચક છે.

જો કે હાઈકોર્ટના રજીસ્ટ્રાર આ ઘટનાને વહિવટી તંત્રનો એક સ્વભાવીક ભાગ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ રૂઆબુદ્દીને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને મળી રજૂઆત કરી જસ્ટીશ રેવતી મોહીતેને પુનઃ કેસ સોંપવા અંગે માગણી કરશે, કારણ જસ્ટીશ મોહીતે ત્રણ કેસ સાંભળી ચુકયા છે. હવે જસ્ટીશ સમબ્રે સામે ફરીથી તમામ કેસની સુનવણી થશે અને દલિલો પણ કરવી પડશે જેના કારણે કોર્ટ સહિત તમામનો સમય બગડશે. અત્રે ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસ મુંબઈ કોર્ટને સોંપવામાં આવ્યો ત્યારે એક જ ન્યાયધીશ દ્વારા આ કેસની સુનવણી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે આ કેસ સાંભળી રહેલા જસ્ટીશ લોયાનું અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું જે મામલે સુપ્રીમ કોર્ટમાં પીટીશન પણ થયેલી છે.

આ કેસમાં મુંબઈ કોર્ટ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત 14 આરોપીઓને ડીસચાર્જ કરી ચુકી છે, જેમાં સીબીઆઈ દ્વારા 14 પૈકી માત્ર બે પોલીસ અધિકારીઓ નરેન્દ્ર અમીન અને દલપતસિંહ સામે જ હાઈકોર્ટમાં રીવિઝન અરજી કરી છે, બાકીના કોઈ આરોપીઓ સામે અપીલ કરી નથી. મુંબઈ કોર્ટ દ્વારા પત્રકારોને કોર્ટની કાર્યવાહી પ્રસિધ્ધ કરવા ઉપર પણ પાબંધી મુકી હતી, જો કે હાઈકોર્ટે તે પાબંધી હટાવી લીધી હતી.

(9:56 am IST)