Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દેણાની દાઝ ઉતારી સંતાનો ઉપરઃ બે બાળકોને ઝેર પાઇ મોતના મુખમાં ધકેલનારા સુરતના યોગેશ પટેલ સામે ગુન્હો

સુરતઃ ઓલપાડ તાલુકાના માસમા ગામે પટેલ યુવાને દેણાની દાઝ સંતાનો ઉપર ઉતારી બે બાળકોને ઝેર પાઇ મોતને ઘાટ ઉતારી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

વિગતો અનુસાર ઓલપાડ તાલુકાના માસમા ગામે પહેતા યોગેશ પટેલને દવું થઇ ગયું હતું. જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતા હતી. જેથી બુધવાર સાંજે પતિ યોગેશે પોતાના બે બાળકોને ઝેર આપી મોતના મુખમાં ધકેલી દીધા હતા અને ઝેર આપી આરોપી પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે બાળકોના મોત થયા હતા. હાલ પિતા યોગેશ સારવાર હેઠળ છે. જહંગીરપુરમાં બે દિવસ પહેલા આ ઘટના બની હતી.  

(5:04 pm IST)