Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદમાં ખેતરમાં ગટરનું પાણી રોકવા મુદ્દેની બોલાચાલી વધુ ઉગ્રતા સાથે જ બની લોહીયાળઃ રાણીપમાં ૪ શખ્‍સોઅે યુવકને ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસોથી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ડામાડોળ થઇ હોય તેમ અવારનવાર અેક પછી અેક ગુનાઓ વધવા લાગ્‍યા છે. ત્‍યારે રાણીપમાં પણ ખેતરમાં ગટરનું પાણી રોકવા મુદ્દેની સામાન્ય બોલાચાલી બાદ ડખ્‍ખો વધુ વકરતા ઉશ્કેરાયેલા ૪ શખ્‍સોઅે અેક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ ભોગ બનનાર મૃતક યુવકની 15 દિવસ પહેલા પાણી બાબતે કોર્પોરેશન અને સ્થાનિકો વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ આજે પાણી બાબતે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ડપિંગ સાઇટ પર એક યુવકની હત્યા કરી હતી. 

જો કે આ બાબતે પોલીસે 4 આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:02 pm IST)