Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સિંચાઇ માટેનું પાણી બંધ કરાતા ખેડૂતો જળ આંદોલનના મુડમાં... પાણીના સળગતા પ્રશ્નને આટલેથી જ અટકાવવા સરકાર સાબદીઃ ગાંધીનગર ખાતે મળનારી બેઠકમાં થશે ચર્ચા-વિચારણા

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીના પ્રશ્નઅે દિવસે ને દિવસે લોકોમાં નારાજગીનો વાયરો પ્રસરાવ્યો છે ત્યારે આગળ ને આગળ વધતો લોકરોષ આટલેથી જ અટકાવવાના ભાગરૂપે સાબદી થયેલી સરકારે આજે ગાંધીનગરમાં બેઠક બોલાવી છે. જેમાં પાણી પ્રશ્ને લોકોનો ગુસ્સો શાંત કરવા બાબતે ચર્ચા-વિચારણા થશે.

અમદાવાદને શેઢી કેનાલમાંથી મળતું 200 એમએલડી પાણી ચાલુ રાખવા માટે કેનાલ રીપેરીંગ રોકવા માટે પણ આ બેઠકમાં રજૂઆત કરવામાં આવશે. આ બેઠકમાં સચિવ કક્ષાના અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં નર્મદાના પાણીની સપાટી તેમજ અમદાવાદ શેઢી કેનાલનું રિપેરિંગ રોકવા સહિત પાણીના વિવિધ સ્ત્રોત મુદ્દે ચર્ચા થશે. જો કે પાણી કાપને પહોંચી વળવા શહેરમાં નવા 30થી વધુ બોર બનાવવાનું પણ મ્યુનિસિપલ તંત્રે શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૫ માર્ચથી ખેડૂતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતો આજથી જળ આંદોલન કરવા જઈ રહ્યા છે.

(5:01 pm IST)