Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વડોદરાના સમા-સાવલી રોડ નજીક બે જુદી જુદી કારમાં બેસી દારૂની મહેફિલ માણતા સુરતના નવ નશાબાજોને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરના સમા-સાવલી રોડ પર ભર બપોરે બે જુદી જુદી કારમાં બેસી દારૃની મહેફિલ માણી રહેલા સુરતના નવ પીધેલાઓને પોલીસે ઝડપી પાડી કેસ કર્યો હતો.

સમા પોલીસ ગઇકાલે બપોરે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સમા-સાવલી રોડ પર લીલેરીયા પાર્ટી પ્લોટ પાછળના મેદાનમાં જુદીજુદી  બે કાર પાર્ક કરી કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસે બંને કારને ઘેરી લીધી હતી. કારમાં તપાસ કરતાં દારૃની બે ખાલી બોટલો મળી હતી.

પોલીસે એક કારમાંથી () પ્રમોદ ઘેલાભાઇ પટેલ (મંદિર મહોલ્લો, સરોલી,તા.સરોલી,સુરત) () અનિલ જશવંત પટેલ (સાંઇકૃપા નગર,સરોલી) () રાજેશ રામભાઇ પટેલ સરોલી હિરેન શાંતુભાઇ પટેલ (બંને રહે.સરોલી ગામ)ને ઝડપી પાડયા હતા.

જ્યારે,બીજી કારમાંથી () નિરંજન જયંતિભાઇ પટેલ (સાંઇકૃપા નગર,સરોલી) () દલસુખ મનસુખભાઇ પટેલ (ગંગાનગર,દાંડી રોડ,સુરત) () જયંત ભગવતીભાઇ પટલ (મંદિર ફળિયું,સરોલી) () જનક ગણપતભાઇ પટેલ (મેગા કોમ્પ્લેક્સ,હનીપાર્ક,અડાજણ, સુરત) અને () જયેશ બળવંતભાઇ પટેલ (સુરભી હાઉસિંગ સો., એલ.પી.સવાણી સ્કૂલ પાસે, સુરત)ને ઝડપી  પાડયા હતા.

(5:36 pm IST)
  • ૨૨ પ્રધાનો અને ૧૧૦ સાંસદો મેદાનમાં ઉતારશે ભાજપ : આગામી એપ્રિલ મહિનામાં આવી રહેલ પશ્ચિમ બંગાળની જબરદસ્ત રસાકસીવાળી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે તેના ૨૨ જેટલા કેન્દ્રીય પ્રધાનોને બંગાળમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૧૦ જેટલી મહત્વની બેઠકો અલગ તારવી છે અને આ બેઠકો માટે સાંસદ સભ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે જે આ બેઠકો માટે પ્રચાર કાર્ય કરશે અને છેવટ સુધી પશ્ચિમ બંગાળમાં કેમ્પ કરી રોકાશે. access_time 2:53 pm IST

  • કાલે રેલ રોકો આંદોલનને સમર્થન : પંજાબમાં હવે કિશાન પંચાયતો નહિં યોજાય ૩૨ જથ્થાબંધ માર્કેટ દ્વારા નિર્ણય : સોનીપત : પંજાબની ૩૨ જથ્થાબંધ ખેડૂત માર્કેટ દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં હવે પછી કોઈ ખેડૂત પંચાયતો નહિં મળે : માત્ર સંયુકત કિશાન મોરચો દિશા - નિર્દેશ આપે ત્યારે જ પંચાયત બોલાવાશે : કુંડલી સહિત દિલ્હી અને અન્ય સરહદો પર ચાલી રહેલ કિશાન આંદોલનને વેગ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો : કાલે ૪ કલાકનું ‘રેલ રોકો’ યોજાયુ છે તેને સમર્થન આપવા ચર્ચા થયેલ. access_time 11:15 am IST

  • અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર : જે આ મુજબ છે : વિરાટ, રોહિત, મયંક, ગીલ, પૂજારા, રહાણે, રાહુલ, હાર્દિક, પંત, સહા, અશ્વિન, કુલદીપ, અક્ષર, સુંદર, ઈશાંત, બુમરાહ, સિરાજ, ઉમેશ યાદવ પણ ટીમ સાથે જોડાશે. access_time 4:19 pm IST