Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમદાવાદ મનપાની બજેટ બેઠકમાં કોર્પોરેટર ઉંઘતા ઝડપાયા

નવરંગપુરાના કોર્પોરેટર વંદના શાહ, શાહપુરના કોર્પોરેટર ફાલ્ગુની શાહ અને જલ્પા પંડ્યાએ નિંદર કરી

અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠક યોજાઇ હતી જેમાં અનેક કોર્પોરેટરો નિંદર માણતા નજરે પડ્યા. બજેટ પરની ચર્ચા સાંભળવાને બદલે આ કોર્પોરેટરોએ ઉંઘ કરી આરામ ફરમાવવાનું વાજબી માન્યું હતું . બજેટ બોર્ડ બેઠકમાં પ્રથમ દિવસે એએમટીએસ, વીએસ, સ્કૂલ બોર્ડ તેમજ એમ જે પુસ્તકાલયના બજેટ પર ચર્ચા કરવામાં આવી. હતી

ચર્ચા બજેટની અને લોકોને લગતા પ્રશ્નોની હતી. પરંતુ અનેક કોર્પોરેટરો આરામ ફરમાવવા આવ્યા હોય તેવું લાગ્યું. નવરંગપુરાના કોર્પોરેટર વંદના શાહ, શાહપુરના કોર્પોરેટર ફાલ્ગુની શાહ અને જલ્પા પંડ્યા ચર્ચા દરમ્યાન ઉંઘતા ઝડપાઇ ગયા હતા .

આ પ્રથમ વખત નથી કે કોર્પોરેટરો બજેટ બેઠકમાં આરામ કરતા હોય.અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. બે વર્ષ પહેલા તો આ મુદો છેક હાઇકમાન્ડ સુધી પહોચ્યો હતો. કોર્પોરેટર જાગતા રહે તે માટે પીપરમીંટ પણ આપવામા આવી હતી. તેમ છતાં કોર્પોરેટરોના વ્યવહારમાં કોઇ ફરક નથી પડ્યો.

(11:43 pm IST)