Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હવેથી બોર્ડના વિદ્યાર્થીઓને ડૂપ્લીકેટ માર્કશીટ, પ્રમાણપત્ર માટે ગાંધીનગર ધકકા નહી ખાવા પડેઃ રકર્ડનુ ડિજીટાઇશેનઃ પ્રમાણપત્રોની પ્રક્રિયા હવે ઓન લાઇનઃ શિક્ષણમંત્રીએ કર્યુ ઉદઘાટન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે જેમા઼ ધોરણ-૧૦ નો વર્ષ ૧૯પર થી વર્ષ ર૦૧૯  અને ધોરણ -૧ર નો વર્ષ ૧૯૭૮ થી વર્ષ ર૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમા નિભાવવામાં આવેલ છે.  બોર્ડની કચેરીમાં  વિદ્યાર્થી સેવા કેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધો.૧૦/૧ર ની ડૂપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધોરણ ૧૦/૧ર પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહિ સીકકા  કરાવી બોર્ડની કચેરીએ રુબરુ આવવાનુ હતુ.  ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોકત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમા  તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધીના  વર્ષોના ધોરણ ૧૦/૧ર ના પ,૦૦,૦૦,૦૦૦ ( પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના  પરિણામના રેકર્ડનુ ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે.  અને આ રેકર્ડ  ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામા આવતા પ્રમાણપત્રોની ઓન લાઇન પ્રક્રિયાનુ ઉદઘાટન માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યૂ હતુ.

હવેથી વિદ્યાર્થીઓને ડૂપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે. જેથી તેમના સમય અને નાણાની બચત થશે. ઉપરોકત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ સ્નિંફૂણુફૂસ્નફૂશ્વરુજ્ઞ્ણૂફૂ.ંશ્વિં  વેબસાઇટ પર  સ્નદ્દ્યફુફૂઁદ્દ --ૂ ંઁશ્રજ્ઞ્ઁફૂ સ્નદ્દ્યફુફૂઁદ્દ સ્નફૂશ્વરુજ્ઞ્ણૂફૂસ્ન મા઼ જઇ એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ/ પ્રમાણપત્રની ફી પ૦ રૂ., માઇગ્રેશન ફી  ૧૦૦  રૂ. તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ર૦૦ રૂ. રહેશે. દરેક સ્પીડ-પોસ્ટનો ચાર્જ પ૦ રૂ. રહેશે જેથી વિદ્યાર્થી ઘર બેઠા પ્રમાણપત્ર મેળવી શકશે.

(11:12 pm IST)