Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વડોદરાના વિવિધ સ્પા સેન્ટરો પર ગાંધીનગર સીઆઇડીના દરોડા : અનૈતિક ધંધા ચાલતા હોવાનો આક્ષેપ બાદ તપાસ

ગાંધીનગરની ૪ ટીમો ઉપરાંત વડોદરા, અમદાવાદની ટીમો પણ તપાસમાં જોડાઈ

વડોદરામાં વિવિધ સ્પા સેન્ટરો પર ગાંધીનગરની સીઆઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સ્પાની આડમાં કેટલાક સ્થળોએ અનૈતિક ધંધા ચાલતા હોવાનો આક્ષેપ બાદ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે

 વડોદરાના ગોત્રી, અકોટા, ગોરવા સહિતના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. સીઆઇડી દ્વારા એનજીઓની ફરિયાદને પગલે રેડ પાડી હતી. ગાંધીનગરની ૪ ટીમો ઉપરાંત વડોદરા, અમદાવાદની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. સ્પાની આડમાં મોટુ સ્કેમ બહાર આવવાની શક્યતા છે.

(10:56 pm IST)