Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સુરત: લસકાણામાં અસામાજીક તત્વોનો ત્રાસને કારણે છેલ્લા 12 દિવસથી બંધ: વેપારીઓએ આપ્યું આવેદન

ઓડિયા ભાષામાં પત્રીકા છપાવી કારીગરોને ધમકાવવાની ફરિયાદ

 

સુરત: લસકાણા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાના અસામાજીક ત્તવનોને કારણે છેલ્લા 12 દિવસથી બંધ છે. જેને પગલે વેપારીઓને નુકસાન થતું હોવાને કારણે આવા અસામાજીક ત્તવોને લસકાણા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંથી તગેડી મુકી અને વેપારીઓને પોલીસ બંદોબસ્ત આપવાની માંગ સાથે તમામ વેપારીઓ આજે એક સાથે મળીને પોલિસ કમિશ્નરને આવેદન પત્ર આવી પહોચ્યા હતા અને પોતાની માંગ ખુબજ ધારદાર રીતે રજૂ કરી હતી.

વેપારીઓ દ્વારા પોતાની વાત રજૂ કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા દિવસથી જે કારીગરો નોકરી પર આવે છે તેમને પણ ડરાવી ધમકાવી તગેડી મુકવામાં આવે છે. ઉપરાંત વેપારીઓએ પણ રજૂઆત કરી હતી કે મોટા ભાગના કારીગરો ઓડિસાવાસી છે. જેમને ઓડિસાની ભાષામાં પેમ્પલેટ લખીને ધમકાવવામાં પણ આવે છે. જેથી કારીગરો પણ કામ પર આવતા નથી. જેથી છેલ્લા 12 દિવસથી કારખાનાઓ સત્ત બંધ ચાલી રહ્યા છે.

ઉપરાંત વેપારીઓએ પણ કહ્યું હતું કે 10 દિવસ પહેલા એક કારીગરુનું હાર્ટએટેકથી મોત થયું હતું તેમ છતા તેના પરિવારને વેપારી રૂપિયા આપવા તૈયાર છે. પણ કેટલાક અસામાજીક ત્તવો તેમા પણ લાભ લેવા માટે પરિવારને ચેકથી નહીં પરંતુ કેસ રૂપિયા લેવાની જીદ કરીને ભડકાવી રહ્યા છે. જેથી વેપારીઓ પરેશાન થય ગયા છે.

  પહેલા પણ કારીગરોના પગાર વધારાની માંગને લઇને કારખાના 40 દિવસ સુધી બંધ રહ્યા હતા અને ફરીએક વાર કારખાના 12 દિવસથી બંધ છે. જેથી વેપારીઓ પરેશાન થઇ ગયા છે. 600 જેટલા કારખાના વિસ્તારમાં ચાલે છે જે યોગ્ય રીતે ચાલે, વેપારી અને કારીગરોને પોલિસ પ્રોટેકશન મળે તેમજ અસામાજીક ત્તવો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વેપારીઓ પોલિસ કમિશ્નરને મળીને રજૂઆત કરી હતી.

 

(10:43 pm IST)