Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઓનલાઇન વેચવા મુકેલ મશીન ખરીદી એમ.બી.એ થયેલ યુવકને ભેજાબાજે 5.81 લાખનો ચૂનો લગાવ્યો

અમદાવાદ: વસ્ત્રાપુરમાં ગોયલપાર્ક રોહાઉસમાં રહેતા અને એમ.બી.એ.થયેલા દિપક જોષીએ ૯ સિેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના મોબાઈલથી ૧૧ હજારમાં બિલીંગ મશીન વેચવા માટે ઓએલએક્સ પર જાહેરાત મુકી હતી. જેમાં વિકાસ પટેલે પોતે એન.સી.સી કોન્ટોન્મેન્ટ અમદાવાદમાં સિપાહી તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ આપીને દિપક જોષીને આ મશીન ૧૦ હજારમાં ખરીદવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું. વિકાસે પેમેન્ટ યુપીઆઈ મર્ચન્ટ કાર્ડથી આપશે કહીને દિપકના વોટ્સએપ પર લાયસન્સ, આધારકાર્ડ અમે તેન્ટીનનું સ્માર્ટ કાર્ડ પુરાવા તરીકે મોકલ્યું હતું.

ત્યારબાદ વિકાસે રૃ.૫,૦૦૦નું ક્યુઆર કાર્ડ મોકલું છું જે તમારા પેટીએમથી સ્કેન કરજો અને તમે તમારો યુપીઆઈ પીન નાખો પછી હુ મારો પીન નંબર નાંખીશ, એમ દિપકને કહ્યું હતું. જોકે દિપકભાઈના એકાઉન્ટમાં ૫ હજાર જમા થવાને આ નાણાં કપાઈ ગયા હતા. ત્યારબાદ વિકાસે આ નાણાં પરત મેળવવા દિપક જોષી પાસેથી અલગ અલગ પ્રોસેસ કરાવીને તેના ખાતામાંથી કુલ રૃ.૫.૮૧,૦૦૦ ઉપાડી લીધા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વિકાસ અને તેના સાગરીત સુરજકુમાર રામ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(5:26 pm IST)