Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

આણંદ નજીક ચિખોદરામા એલઇડી લાઇટનો વ્યાપાર કરનાર વેપારીને ભેજાબાજે જથ્થામાં ઓર્ડર આપવાનું કહી 50 લાખની ઠગાઈ આચરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

આણંદ: પાસેના ચીખોદરા ગામે એલઈડી લાઈટના જોબવર્કનો બિઝનેશ કરતા એક વેપારીને ભાવનગરના ભેજાબાજે દુબઈની કંપનીનો ઓર્ડર અપાવવાની લાલચ આપી રૂા.૫૦ લાખની છેતરપીંડી આચરતા મામલો આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે પહોંચ્યો છે. આ બનાવ અંગે પોલીસે ભાવનગરના શખ્શ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ભાગવત પ્રદિપભાઈ પટેલ આણંદ પાસેના ચિખોદરા ગામે પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ આણંદના અંબાજી મંદિર નજીક પીસીપી પાવર પ્રા.લી. નામની કંપની ચલાવે છે. ઈન્ટરનેટ ઈન્ડીયા માટેની સાઈટ દ્વારા તેઓ ગત જૂન માસમાં મૂળ ભાવનગરના અને દુબઈ ખાતે રહેતા નિસર્ગ દિલીપભાઈ પાઠકના સંપર્કમાં આવ્યા હતા. 

(5:23 pm IST)