Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વડોદરા નજીક ભીમપુરામાં બાઈક સાથે ત્રણ મિત્રો કેનાલમાં ખાબકતા એકનો બચાવ: બે ની શોધખોળ શરૂ

વડોદરા:નજીક ભીમપુરા પાસે કેનાલમાં બાઇક સાથે ત્રણ યુવકો ખાબકતાં એક યુવકનો બચાવ થયો છે.જ્યારે તેના બે સાથી મિત્રોનો કોઇ પત્તો લાગ્યો નથી.

સિંધરોટ પાસે ભીમપુરા થી શેરખી તરફ જતી વખતે કેનાલ પરના બ્રિજ પાસે આજે સવારે સાડા સાતેક વાગે બનેલા બનાવના પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડયા હતા.સ્થાનિક તરવૈયાઓ પણ શોધખોળ માટે જોડાયા હતા.

બનાવની વિગત મુજબ,આણંદ નજીક આંકલાવ પાસે કોસીન્દ્રા ગામે રહેતા ત્રણ યુવકો ગોરવાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી તેઓ એક બાઇક ઉપર નોકરીએ આવી રહ્યા હતા.તેઓ શેરખી તરફ જવા માટે કેનાલ પરના બ્રિજ પર ટર્ન લેવા ગયા ત્યાંજ ચાલકે બેલેન્સ ગુમાવતાં ત્રણેય જણા બાઇક સાથે કેનાલમાં ખાબક્યા હતા.

(5:21 pm IST)