Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોટેરા સ્ટેડિયમમાં બોલિવૂડ અને ઢોલિવૂડનાં આ ગાયક કલાકારો કરશે પર્ફોર્મ

મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનાં કાર્યક્રમમાં બોલીવુડનાં જાણીતા ગાયક કલાકાર એ.આર.રહેમાન, સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમ આવવાનાં છેઃ કિર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહેલને પણ આમંત્રણ

અમદાવાદ, તા.૧૭: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવીને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. અમદાવાદ એરપોર્ટપર મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ટ્ર્મ્પનાં ભારત પ્રવાસ માટેની સુરક્ષા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં બોલિવૂડનાં નામાંકિત કલાકારો એ.આર રહેમાન, શાન અને સોનુ નિગમ, કિર્તીદાન, પાર્થિવ ગોહિલને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે, આ કલાકારો જ સ્ટેજ પર્ફોર્મન્સ આપી શકે છે.

મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનાં કાર્યક્રમમાં બોલીવુડનાં જાણીતા ગાયક કલાકાર એ.આર.રહેમાન, સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમ આવવાનાં છે. આ સિવાય બીસીસીએસના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહને પણ આમંત્રણ અપાયુ છે. આ ઉપરાંત ગુજરાતનાં મોટા ગાયકો કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ટ્રમ્પ અમદાવાદ આવશે ત્યારે પહેલા નરેન્દ્ર મોદી સાથે ૭ કિલોમિટરનો રોડ શો કરશે. ટ્રમ્પ અને મોદી ૫૦થી વધુ સુરક્ષાના કાફલા સાથે રોડ શો યોજશે. અમદાવાદથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થશે અને મોદી - ટ્રમ્પની ફ્રેન્ડશીપ પર રોડ શોની થીમ રહેશે. એટલે કે મોદી-ટ્રમ્પના થ્રીડી ઈમેજ રહેશે. ત્યાર બાદ ૭ કિલોમિટરનો રોડ શો યોજાશે. ટ્રમ્પ અને મોદી ૫૦ થી વધુ સુરક્ષાના કાફલા સાથે રોડ શો યોજશે. અમદાવાદથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થશે.અને મોદી -ટ્રમ્પની ફ્રેન્ડશીપ પર રોડ શોની થીમ રહેશે. એટલે કે મોદી-ટ્રમ્પના થ્રીડી ઈમેજ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ મુલાકાતે આવવાના હોવાથી અમેરિકન સિક્રેટ સર્વિસના ૧૮ જેટલા અધિકારીઓએ રવિવારનાં રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલી ૫ ગાડીઓ પૈકી એક મોટી ગાડીમાંથી ૧૦ યુએસ અધિકારી તેમજ અન્ય ચારમાંથી ૮ એમ ૧૮ અધિકારીઓ આવ્યાં હતા. જેઓએ મોટેરા સ્ટેડિયમની અંદર તેમજ બહારની સાઈડથી સદ્યન ચેકિંગ કર્યું હતુ.

(3:55 pm IST)