Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કાલથી GST પોર્ટલની મૂશ્કેલી સામે રાજયવ્યાપી આંદોલનઃ વકિલો-વેપારીઓનું એલાને જંગ

રાજયભરમાં જીલ્લા મથકોએ ધરણાઃ લોકો-વેપારીઓને અવગત કરાવાશે

રાજકોટ તા. ૧૭ : જયારથી જીએસટી અમલમાં આવ્યો ત્યારથી જીએસટી પોર્ટલમાં જબરી મૂશ્કેલી સર્જાઇ રહી છે, ૩૧ મહિના થવા છતા કોઇ પ્રશ્ન હલ નહી થતા ગયા અઠવાડિયે વકિલો-સલાહકારો વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવી રાજકોટ કલેકટર સહિત રાજયભરમાં કલેકટરોને આવેદન પાઠવ્યા હતા, દેખાવો, ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.

હવે કાલથી રાજકોટ સહિત રાજયભરમાં વકિલો-ટેકસ કન્સલટન્ટો-વેપારીઓ આંદોલન શરૂ કરશે.

જીએસટીમાં પડતી મુશ્કેલીથી અવગત કરાશે, આ માટે ગુજરાત સેલટેક્ષ બાર એસો, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલટન્ટ, નેશનલ એકશન કમીટી, ટેકસ એડવોકેટ એસો.તથા ઇન્કમટેક્ષ બાર. એસો.ના સંયુકત રીતે રાજય વ્યાપી ધરણા-દેખાવો -સુત્રચ્ચાર થશે.

(4:04 pm IST)