Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આત્મ વિલોપનના વિરોધમાં પાટણ કલેકટરના બંગલે મહિલાઓ દ્વારા હલ્લાબોલ થાળી વેલણના નાદ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણઃ પાટણ જીલ્લાના સમી તાલુકાના દુદખા ગામના ભાનુભાઇ વણકરે જમીન પ્રશ્ને આત્મ વિલોપન કરતા દલીત સમાજમાં સરકાર સામે રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે આજે કલેકટર કચેરી સુધી આ રોષ પહોંચ્યો હતો.

આજે સાંજે દલીત મહિલાઓ પાટણના કલેકટર આનંદ પટેલના બંગલે એકત્ર થઇ હતી અને હલ્લાબોલ કરીને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત થાળી વેલણ વગાડીને સરકારને જગાડવા પ્રયાસ કર્યો હતો.

(6:43 pm IST)