Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કામરેજના વિહોણમાં લગ્નમાં પરિણીતાની મશ્કરી કર્યા બાદ બે યુવાનને ચપ્પુના ઘા જીકી ઈજાગ્રસ્ત કર્યા

કામરેજ:તાલુકાના વિહાણ ગામે લગ્નપ્રસંગમાં આવેલા મોરથાણાના યુવાને લગ્નમંડપમાં બેઠેલી પરિણીતા પાસે મોબાઇલ નંબર, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ આઇડી માંગી  તું મને બહુ ગમે છે, તેમ કહી મશ્કરી કરી હતી. પરિણીતાનો દિયર યુવાનને સમજાવવા વિહાણ ચાર રસ્તા લઇ જતા યુવાને ચપ્પુ વડે ઘા કરી ધમકી આપી હતી. યુવાને વચ્ચે બચાવવા માટે પડેલા વિહાણના યુવાનને પણ ચપ્પુના ઘા માર્યા હતા.

મોરથાણા ગામે માહ્યાવંશી  મહોલ્લામાં રહેતા કેયુર છગનભાઇ સોલંકી તા. ૫-૨-૧૮ના રોજ પોતાના કાકાની દિકરીને ત્યાં વિહાણ ગામે મોસાળામાં પરિવારજનો અને સગાસંબંધી સાથે ગયા હતા. મોરથાણા ગામના રાહુલ દિલીપભાઇ પટેલ પણ મોસાળામાં વિહાણ ગયા હતા. કેયુર સોલંકીના પિતરાઇ ભાઇ હર્ષ સોલંકી પોતાની પત્ની સાથે લગ્નપ્રસંગમાં વિહાણ ગયા હતા.

ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. લગ્ન બાદ સમાધાનની વાત કરવાની હતી પરંતુ રાહુલ  પટેલ ક્યાંક ભાગી જતાં ગતરોજ કેયુર સોલંકીએ ચપ્પુથી હુમલો કરનાર રાહુલ પટેલ વિરૃદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)