Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સુરત : રાત્રે મહિલાઓના આંતરવસ્ત્રો ચોરી અલગ - અલગ પ્રકારના અવાજ કરતા શખ્શને લોકોએ રંગેહાથ ઝડપી લીધો

આંતરવસ્ત્રોની ચોરી કરીને ઘરનો દરવાજો ખખડાવીને અલગ-અલગ પ્રકારના અવાજ કાઢીને ફરાર થઇ જતો

 

સુરતના કનકપુર કનસાડમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં અજાણ્યો શખ્શ રાત્રીના સમયે ઘરની બહાર સુકાતા મહિલાઓના આંતરવસ્ત્રોની ચોરી કરીને ઘરનો દરવાજો ખખડાવીને અલગ-અલગ પ્રકારના અવાજ કાઢીને ફરાર થઇ જતો હતો. છેલ્લા દસ દિવસથી સ્થાનિક લોકોને અજાણ્યા શખ્સ  દ્વારા પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. અજાણ્યા શખ્શને પકડવા માટે સ્થાનિક લોકોએ કોર્પોરેટરને સાથે રાખીને રાત્રીના અંધકારમાં વોચ ગોઠવી હતી અને જોવો અજાણ્યો શખ્શ  મહિલાના કપડા ચોરવા માટે આવ્યો એટલે લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

રિપોર્ટ અનુસાર મહેશ નાકપુરકર નામનો 36 વર્ષનો યુવક છેલ્લા દસ દિવસથી હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે સુકાતા મહિલાઓના આંતરવસ્ત્રોની ચોરી કરતો હતો અને રાત્રીના અંધકારનો લાભ ઉઠાવીને ઘરનો દરવાજો ખખડાવીને અલગ-અલગ પ્રકારના અવાજ કરીને ભાગી જતો હતો. સ્થાનિક લોકો પણ અજાણ્યા શખ્શની  હરકતથી કંટાળી ગયા હતા. તેથી તેમને આંતરવસ્ત્રોની ચોરી કરીને અલગ-અલગ પ્રકારના અવાજ કાઢનાર શખ્શને  પકડવા માટે સ્થાનિક કોર્પોરેટર કાવ્યા પટેલને સાથે રાત્રીના સમયે વોચ ગોઠવી હતી.

મહેશ પોતાન રૂટીન પ્રમાણે રાત્રીના અંધકારમાં મહીલાના આંતરવસ્ત્રોની ચોરી કરવા માટે આવ્યો એટલે સ્થાનિક લોકોએ તેને રંગે હાથે ઝડપી લીધો હતો અને ત્યારબાદ 100 નંબર પર ફોન કરીને બાબતે પોલીસને માહિતી આપી હતી. પોલીસને ફરિયાદ મળતા સચિન પોલીસ ગણતરીના સમયે હાઉસિંગ બોર્ડ પર પહોંચી હતી એટલે સ્થાનિક લોકોએ મહેશને પોલીસને સોંપી દીધો હતો. સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસ મહેશની સામે IPCની કલમ 354 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે

(11:07 pm IST)