Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કોર્પોરેશન બજેટ હાઈલાઇટ્સ

અમદાવાદમાં ૬૦૦ ઇલેક્ટ્રીક બસો દોડતી થશે

અમદાવાદ, તા.૧૭ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું રેવન્યુ ખર્ચ રૃ.૩૮૯૩.૩૨ કરોડ અને કેપીટલ ખર્ચ રૃ.૫૦૧૪.૦૦ કરોડ સાથેનું કુલ રૃ.૮૯૦૭.૩૨ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં ફેકટર આધારિત નોંધનીય વધારો સૂચવ્યો છે, જેમાં રહેણાંકની મિલકતોમાં રૃ.૪૦ કરોડ અને કોમર્શીયલ મિલકતોમાં રૃ.૧૭૮ કરોડનો ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો છે.

*        ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી કુબ જ રોમાંચક બની શકે છે

*        અમ્યુકોનું નાગરિકો પર ૨૪૪ કરોડના કરવેરા નાંખતુ ૮૯૦૭.૩૨ કરોડનું બજેટ રજૂ

*        રહેણાંકની મિલકતોમાં ૪૦ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો

*        કોમર્શીયલ મિલકતોમાં ૧૭૮ કરોડનો ટેક્સમાં વધારો સૂચવાયો

*        ૧૫ લાખથી વધુની કિંમતના લકઝુરીયસ વાહનોના વ્હીકલ ટેક્સમાં ૨૬ કરોડનો વધારાની દરખાસ્ત

*        બજેટમાં અમદાવાદના ઇતિહાસમાં સૌપ્રથમવાર બે નવી કંપનીઓની રચના

*        વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઇ જ વધારો નહી

*        શહેરના રસ્તાઓના આધુનિકીકરણ માટે ૭૦૦ કરોડના ખર્ચની જોગવાઇ

*        ૫૦૦ કરોડના ખર્ચે શહેરમાં પાંચ નવા મલ્ટીલેવલ પાર્કિંગ ઉભા કરવાનું આયોજન

*        ૨૦૦ કરોડના ખર્ચે શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવાશે

*        સૌપ્રથમવાર ૨૦૦ કરોડના ખર્ચે બે બાયોડાયવર્સિટી પાર્ક ઉભા કરાશે

*        ૪૫૨.૯૦ કરોડના ખર્ચે શહેરના ૪૫ તળાવોનું નવીનીકરણ

*        ૨૦૨૦-૨૧માં ૬૦૦ ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે

*        નવા વર્ષમાં ૧૦૦ જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે

*        તો, શહેરમાં ૧૬ નવા ગાર્ડન ડેવલપ કરવામાં આવશે

*        ૩૪ કરોડના ખર્ચે શહેરમાં ૮૫ શાળાઓનું નવીનીકરણ

*        આઠ સ્થળોએ ૬૯.૨૯ કરોડના ખર્ચે આધુનિક નાઇટ શેલ્ડર ઉભા કરાશે

*        અમદાબાઇક સ્ટેન્ડ પરથી ૨૦૦૦ સાયકલ અને ૫૦૦ ઇલેક્ટ્રીક બાઇક્સની સેવા

(8:53 pm IST)