Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સ્ટેચ્યુની મુલાકાતે આવેલા રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું -સિંચાઈની વાતે સમય આવે નિર્ણય લેવાશે

હવે સરકાર વીજળીનો પ્રવાહ સવારે આપવા વિચારી રહી છે. ઉર્જા મંત્રી એ કહ્યું સમય પર નિર્ણય લેવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે ઉર્જા વિતરણને લઈને કેટલીક પ્રતિક્રિયા આપી પરંતુ જયારે ખેડૂતો માટે સિંચાઈની વાતે રાતનો સમયને બદલે સવારનો કરાશે તેમ પૂછતાં મંત્રીએ સમય આવશે નિર્ણય લેવાશે તેવી વાત કહી ચાલતી પકડી હતી. ત્યારે હવે રાત્રીના સમયે ખુંખાર જંગલી પ્રાણીઓના ડરે પાણી લેવા જઈ નથી શકતા ખેડૂતોને હવે આ સંકટ માંથી કોણ ઉગારશે એ જોવું રહ્યું.

  હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે આ સાથે ગુજરાતમાં દીપડાની સંખ્યા પણ ખુબ વધુ છે. અને દીપડા હવે ખેતરોમાં લટારો મારતા થઇ ગયા છે ત્યારે ખેડૂતોનો ડર રાત્રીના ખેતરોમાં જતા વધ્યો છે અને ખેડૂતોની એવી માંગ ઉઠી છે કે રાત્રી ના 8 કલાક જે લાઈટો સરકાર દ્વારા આપવામાં આવે છે એ 8 કલાક સવારે આપે જેથી રાત્રીના જીવના જોખમે પાણી વાળવા જવાનું ન થાય. કોઈ ડર સતાવે નહિ ત્યારે આ ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન કેવડિયા આવેલ સૌરભભાઈ પટેલને કરતા તેમણે સમય આવે વિચારવાની વાત કરી માટે હવે ખેડૂતોએ માંગ વધારવી પડશે એમ લાગી રહ્યું છે.

 રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે વીજળી પર પ્રતિક્રિયા આપી હતી કે જે ખેડૂતોને ખેતી માટે વીજળી આઠ કલાક આપવામાં આવે જે નિયમિત આપવામાં આવે છે અને ખેડૂતો ખુશ છે અને વધુ ઉત્પાદન અને જરૂરી મુદ્દા અગાઉ બેઠકમાં તૈયાર કર્યા છે જે બાબતે સરકાર ખેડૂતોને વિષેશ લાભ અપાશે અને જરૂર પડે વીજળી સવારે અપાવી પડે તો સમય આવશે સરકાર નક્કી કરશે તેવી વાત કરી હતી.

(6:39 pm IST)