Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

નડિયાદના સલુણમાં નશાખોર ભત્રીજાએ કાકાના માથે કુહાડીના ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ:તાલુકાના સલુણમાં રાવળવાસ વિસ્તારમાં રહેતાં ગોવિંદભાઈ ઉમેદભાઈ રાવળ અને તેમના પત્નિ ગતરોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ઘરે હાજર હતાં. તે વખતે તેમનો ભત્રીજો રમેશભાઈ વિઠ્ઠલભાઈ રાવળ દારૂ પીધેલી હાલતમાં તેમના ઘરે આવી ચડ્યો હતો. અને ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ગોવિંદભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં રમેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને ઘરમાંથી કુહાડી લઈ આવી ગોવિંદભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગોવિંદભાઈને માથાના ભાગમાં કુહાડી વાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ બનેલા ગોવિંદભાઈને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ બનાવ અંગે ગોવિંદભાઈ ઉમેદભાઈ રાવળની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે રમેશભાઈ વિઠ્ઠલભાઈ રાવળ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:35 pm IST)