Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગાંધીનગર-ચિલોડા હાઇવે પરથી કારમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગર એસઓજીની ટીમે ઝડપી પાડ્યો

ગાંધીનગર:ચિલોડા હાઈવે ઉપર વિદેશી દારૂની હેરાફેરીની ઘટના વધી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે છાલા પાસે કારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડયા છે. તેમની પાસેથી દારૂ બિયર અને કાર મળી ૪.રપ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ દારૂ રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ભરત ડાંગીએ આપ્યો હોવાનું અને અમદાવાદના ગોતામાં પહોંચાડવાનો હોવાનું ખુલ્યુ હતું.   

રાજસ્થાન તરફની પોલીસ ચેકપોસ્ટ બંધ થઈ ગયા પછી દારૂની હેરાફેરીના કિસ્સા વધી રહયા છે. બુટલેગરો હવે બિન્દાસ્તપણે ખાનગી વાહનોમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી રહયા છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ પણ જિલ્લામાંથી પસાર થતાં હાઈવે માર્ગો ઉપરથી આવી દારૂની હેરાફેરી અટકાવવા દોડી રહી છે.

(5:27 pm IST)