Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સુરતના પાલ પાટિયા નજીક દૂરના મામના પુત્રએ હાર્ડવેરની દુકાનમાંથી 12.41 લાખનો મુદામાલ તફડાવ્યો: ગણતરીની કલાકોમાં પોલીસે ધરપકડ કરી મુદામાલ જપ્ત કર્યો

સુરત: શહેરના પાલ પાટિયા સ્થિત વૈશાલી રો હાઉસમાંથી ઉત્તરાયણના દિવસે હાર્ડવેર વ્યાપારીના ઘરમાંથી દુકાનના રૃા. 12.41 લાખના સરસામાન ચોરીની ઘટનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલતા અડાજણ પોલીસે વ્યાપારીના દુરના સંબંધીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે લીધો છે.

પાલ પાટિયા સ્થિત જે.કે. મોટર્સ નજીક વૈશાલી રો હાઉસમાં ઘર નં. 13 માં રહેતા અને ઘર નજીક નિશાલ આર્કેડમાં શ્રી સાલાસર ઇન્ટીરીયર ગેલેરી નામે દુકાન ધરાવતા તાજારામ ઓમપ્રકાશ શર્મા (મૂળ રહે. સુરજનસર, તા. શ્રીડુંગરગઢ, જિ. બિકાનેર, રાજસ્થાન) ના ઘરમાંથી ઉત્તરાયણના દિવસે રૃા. 12.41 લાખની મત્તાનો દુકાનનો સરસામાન અને લેપટોપની ચોરી થઇ હતી. આ ઘટનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલતા અડાજણ પોલીસે હાર્ડવેર વ્યાપારી તાજારામના દુરના મામાના દીકરા અને ઘર નજીક કવિતા ઇન્ટીરીયર નામે દુકાન ધરાવતા રાધેશ્યામ સંતલાલ શર્મા (રહે. 24, વૈશાલી રો હાઉસ, પાલ પાટિયા અને મૂળ બિનાદેસર, તા. રતનગઢ, જિ. ચોરી, રાજસ્થાન) ને ઝડપી પાડી પાલ પાટિયા ખાતે આવેલા નિશાલ સેન્ટરમાં બિલ્ડરની ઓફિસમાંથી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે લીધો છે.

(5:25 pm IST)