Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વડોદરા: સોની પોળમાં કાર હટાવવા મામલે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: મહિલા પર હુમલો કરી કાચની તોડફોડ

વડોદરા:વાડી સોનીપોળમાં કાર હટાવવા મુદ્દે થયેલા ઝઘડામાં મોન્ટી સરદાર તેમજ તેના ૫૦થી ૬૦ સાગરીતોના ટોળાએ કારના કાચ તોડી નાંખી મહિલાને માર માર્યો  હતો.

આ અંગેની વિગત એવી છે કે જાંબુઆ જકાતનાકા પાસે લક્ષ્મીવીલા કોમ્પલેક્સમાં રહેતા વિપુલ ઠાકોરલાલ મિસ્ત્રી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાસી ઉત્તરાયણની રાત્રે તેઓ પત્ની મિનલ તેમજ પુત્રી સાથે પોતાની કાર લઇને વાડી સોનીપોળમાં ગયા હતાં. ત્યાં સંબંધીને મળી તેઓની સાથે કારમાં રાત્રે જમવા માટે બહાર જવા નીકળ્યા હતાં.

સોનીપોળમાંથી કાર બહાર કાઢતા આગળ તેમજ પાછળ એક્ટીવા ઉભું હતું જેથી આગળ એક્ટીવા લઇને ઉભેલા મોન્ટી સરદાર નામના યુવકને મિનલે એક્ટીવા હટાવો તેમ કહેતા મોન્ટીએ હું એક્ટીવા હટાવવાનો નથી, તમારે પોલીસને બોલાવવી હોય તો બોલાવો તેમ કહેતા મિનલે ગાડીમાંથી બહાર નીકળી એક્ટીવા હટાવવાનું ફરી કહેતા મોન્ટીએ ગુસ્સામાં આવી મિનલને ધક્કો મારી નીચે પાડી દીધી હતી તેમજ હાથનું કડુ માથામાં માર્યું  હતું. 

(5:23 pm IST)