Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સીશલ્સ ખાતે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજીના હસ્તે સહજાનંદ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (૬૦૫70) અમદાવાદના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા સ્વામીશ્રી બાલકૃષ્ણદાસજી સીશલ્સ પધાયાં છે.

સીશલ્સ ખાતે કરશનભાઈ રાઘવાણી પરિવાર દ્વારા નૂતન નિમાંણ પામેલ સહજાનંદ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન સંતો તથા મહાનુભાવોની હાજરીમાં યોજાયું હતું.

આ પ્રસંગે સીશલ્સ ખાતેના ભારતીય હાઈ કમિશ્રર માનનીય શ્રી દલબીરસીહ સુહાગ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત સહજાનંદ કોમ્પલેક્ષના કરશનભાઈ રાઘવાણી પરિવારના નરેન્દ્રભાઈ, વાલજીભાઈ, ગોવિંદભાઈ, રવિન્દ્રભાઈ તથા વિજય કન્ટ્રક્શનના વિશ્રામભાઈ વરસાણી ઉપરાંત સીશલ્સ ખાતેના અગ્રણી ભક્તજનો અને કચ્છી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છી લોકો પુરુષાર્થી અને સંસ્કારી છે. કચ્છી ભાઈઓ જે દેશમાં જાય છે ત્યાં ધર્મના સંસ્કારો અચૂક સાથે લેતા જાય છે. તેઓ ત્યાં મંદિરો બનાવે છે અને નિર્વ્યસની જીવન જીવે છે. તેઓ જે જે દેશમાં જાય છે ત્યાં પુરુષાર્થથી નંદનવન સર્જે છે.

આદરણીય હાઈ કમીશ્નરશ્રી સુહાગજીને ઉદ્દેશીને સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપ ભારતનું ગોરવ છો. આપ આર્મીચીફ હતા ત્યારે સફળ સર્જીકલ સ્ટ્રાઈક કરીને દેશના દુશ્મનોને પાઠ ભણાવીને રાષ્ટ્રીય હીરો બનેલા છો. આપની ઉપસ્‍્થિતિથી અમે ગૌરવ અનુભવીએ છીએ.

વિશેષમા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપની જે પસંદગી કરી છે તે અભિનંદનીય છે. આપ દ્વારા ભારત અને આ સ્વર્ગ જેવા માહે-વિક્ટોરિયા દેશ સાથે રાજકીય-સાસંકૃતિક સંબંધો તો સુદઢ થશે, સાથે સાથે લક્ષ્કરી સંબંધો પણ સુદઢ થશે.

આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ હાઈ કમીશ્રરશ્રીનો કાઠિયાવાડી સાફો બાંધીને સત્કાર કર્યો હતો અને સર્વને સુભેચ્છા પાઠવી હતી.

આદરણીય હાઈ કમીશ્રરશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું અને મને સંતોનાં દર્શન થયા તેથી ખૂબ જ આનંદ થાય છે. મને સંતોના જીવનમાંથી પ્રેરણા મળે છે. અહી ઉપસ્થિત સહજાનંદ કોમ્પલેક્ષના પ્રોમોટર્સ અને વિજય કન્ટ્રક્શનના માલિક વિશ્રામભાઈ વરસાણી તથા સમગ્ર કચ્છના ભાઈ-બહેનોને હું હાદિંક અભિનંદન પાઠવું છું.

 

આ પ્રસંગે કચ્છના ભામાશા જેવા દાતા વિશ્રામભાઈ વરસાણીએ પણ સુભેચ્છા પાઠવી હતી. સહજાનંદ કોમ્પલેક્ષના ડાયરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ રાઘવાણીએ સર્વનો આભાર માન્યો હતો અને સહજાનંદ ગુપની સફળતા માટે નાનામાં નાના કર્મચારીઓને યશના ભાગીદાર ગણાવ્યા હતા.

(12:53 pm IST)