Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદમાં સાબરમતી નદીમાં બ્રિજ પરથી ઝંપલાવીને યુવક-યુવતીએ કર્યો આપઘાત

યુવકના હાથ પર અંગ્રેજીમાં K, જ્યારે યુવતીના હાથે C લખેલ છે

અમદાવાદ: શહેરની સાબરમતી નદીમાં બ્રીજ પરથી યુવક યિવતીએ ઝંપલાવીને આત્મહત્યા કરી છે આજે સાંજના લગભગ સાડા પાંચ વાગ્યાની આસાપાસ એક યુવક યુવતીએ દધીચિ બ્રિજ નીચે વોક વે પરથી ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચ્યા હતાં. અને બંન્નેને બહાર કાઢ્યા હતાં. જો કે 108ને બોલાવતા જ ફરજ પર હાજર સ્ટાફએ બંન્નેને મૃત જાહેર કર્યા હતાં.


બનાવની જાણ રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને કરતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને યુવક યુવતીની ઓળક માટેની કાર્યવાહી શરૂ કરી હતીપોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપ્યા છે. યુવકના હાથ પર અંગ્રેજીમાં K, જ્યારે યુવતીના હાથે C લખેલ હોવાનું પોલીસનું કહેવું છે.
 હાલમાં પોલીસ દ્વારા બંન્નેના મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપીને ઓળખ માટેની વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ પોલીસને આશંકા છે કે ક્યાંક પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતાને કારણે બંન્નેએ આ પગલું ભર્યું હોઇ શકે છે. જો કે બંન્નેની ઓળખ થયા બાદ જ આત્મહત્યા કરવા પાછળની હકીકત બહાર આવે તેવી શક્યતા છે.

(10:23 pm IST)