Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વડોદરા:યુવતીઓને પરેશાન કરી છેડતી કરનાર રોમિયોને ઝડપવા પોલીસે ઝુંબેશ હાથ ધરી

વડોદરા:શહેરમાં રોડ રોમિયોને અંકુશમાં લાવવા મહિલા પોલીસની સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે . તેમની કામગીરીએ વડોદરામાં ભારે પ્રશંસા જગાવી ખાખીમાં ચાર ચાંદ લગાવ્યા છે. દરમિયાન ગઇકાલે હરણી અને કારેલીબાગ પોલીસની સી ટીમે  ડીકોઈનું આયોજન કરી ત્રણ સ્થળોએ વિદ્યાર્થીનીઓની તથા મહિલાઓની અશ્લીલ ઈશારા કરી છેડતી કરતા 02 સગીર સહિત 05 રોડ રોમિયોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હરણી પોલીસની સીટીમ દ્વારા શાળા ,ટ્યુશન તથા હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે દરજીપુરા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતીકે , હોસ્ટેલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાંથી કેટલાક છોકરાઓ બીભત્સ હરકતો કરે છે. જેથી મહિલા પોલીસની ટીમે ડીકોઈનું આયોજન કરી વોચ ગોઠવી મહિલા પોલીસ સાદા ડ્રેસમાં હોસ્ટેલની ગેલેરીમાં જઈ ઊભા હતા. તે દરમ્યાન હોસ્ટેલ પાછળની ખુલ્લી જગ્યામાં 03 શખ્સો અશ્લીલ ગીતો ગાય ઈશારો કરતા પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી સાઈબાનાથ બાબુલનાથ મદારી ( રહે - મદારી વાસ,  ગોલ્ડન ટોલનાકા પાસે,  દરજીપુરા) હોવાની વિગતો સપાટી પર આવી હતી. જ્યારે 17 વર્ષની ઉંમર ધરાવતા અન્ય બે શખ્સો વિરુદ્ધ અલાયદો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ કારેલીબાગ પોલીસ મથકની મહિલા પોલીસકર્મીની સી ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે સમયે શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ના દરવાજા પાસે વિદ્યાર્થીનીઓ શાળામાંથી ઘરે જતી હોય એક શખ્સ આંખથી ઇશારા કરી પોતાના પેન્ટની ચેઇન ઉપર હાથ ફેરવી ચેનચાળા કરતો ઝડપાઈ ગયો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી 19 વર્ષીય સુજલ ઉર્ફે સુજ્જુ  ચંદ્રકાંત પરમાર ( રહે - જલારામ નગર 2,  વુડા સર્કલ પાસે, કારેલીબાગ ) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં ઇન્દિરા નગર બ્રિજ પાસે એક શખ્સ આવતી જતી મહિલાઓ ને આંખથી તથા હાથ વડે ઈશારા કરી છેડતી કરતો હોય કારેલીબાગ મહિલા પોલીસની સીટીમે ઝડપી પાડયો હતો. પોલીસની પૂછતાછમાં આરોપી અકબર કાદરમિયા સુન્ની ( રહે - બાળ રીમાન્ડ હોમની પાછળ , કાસમહાલા કબ્રસ્તાન , કારેલીબાગ) હોવાની વિગતો સપાટી પર આવી હતી.

 

(5:43 pm IST)