Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમદાવાદમાં તસ્કરોનો તરખાટઃ ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્કમાં લોક તોડીને ઍટીઍમ મશીનમાંથી કેશ કાઉન્ટર તોડવાનો પ્રયાસ

રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

અમદાવાદ: વસ્ત્રાલમાં મોડી રાત્રીના સમયે તસ્કરોએ ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકમાંનું લોક તોડી અંદર પ્રવેશ કરી એટીએમ મશીનમાંથી કેશ કાઉન્ટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. કેશ કાઉન્ટર ન તૂટતા તસ્કરોએ એટીએમ મશીનમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વટવામાં રહેતા અને વસ્ત્રાલ ખાતેની ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા મેહમુખાન પઠાણ સવારે ઘરે હાજર હતા ત્યારે તેમની બેંક ઉપર આવેલા શાશ્વત મહાદેવ વિભાગ 2ના ચેરમેને ફોન પર જણાવ્યું હતું કે, એટીએમ મશીનનું ડિઝીટલ લોક તુટેલુ છે. જે સાંભળીને મેહમુખાન પઠાણ બેંકમાં જઈને રોકડ રકમની તપાસ કરતા પૈસાની ચોરી થઈ ન હતી.

બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, કોઈ અજાણ્યા શખ્સોએ બેંકના એટીએમ મશીનનુ ડિઝીટલ લોક તથા દરવોજો તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે એટીએમ મશીનનું કેસ કાઉન્ટરન તૂટતા એટીએમ મશીનને નુક્શાન પહોંચીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આ અંગેની જાણ મહેમુદખાન પઠાણને થતા તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી છે.

(5:16 pm IST)