Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માન્યતા વિના 10 વર્ષ સુધી ડીપીએસએ કમરતોડ ફી ઉઘરાવી : ફી પરત લેવાની વાલીમંડળની માંગ

વહીવટી ચોપડા હસ્તગત કરવા અને તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં એડમિશન અપાવવા માંગણી

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં ફસાયેલી હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ્દ કરવામાં આવી છે, ત્યારે અંગે વાલીમંડળ દ્વારા રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વાલીમંડળનો આક્ષેપ છે કે સરકારે આશ્રમનો કબજો લીધો કે કેમ તે અંગે જણાવવું જોઇએ ? માન્યતાવગરની શાળાએ વાલીઓ પાસેથી 10 વર્ષ સુધી ઉઘરાવેલી કમરતોડ ફી પણ શાળાએ પરત કરવી જોઇએ. માટે સરકારે પહેલ કરવી જોઇએ
વાલી મંડળ દ્વારા જણાવાયું કે, ડીપીએસ સ્કુલની માન્યતા રદ કરવા છતા હજી સુધી સરકાર કોઇ પગલા લેતી નથી. સ્કુલ વાલીઓને સાથે રાખીને ફરીથી શાળા સંચાલનનો પ્રયાસ કરી રહી છે, ત્યારે શા માટે ડીઇઓ તક્ષા શિક્ષણ મંત્રાલય સ્કુલનાં શિક્ષકો તથા સ્ટાફને છુટા કરવા અને નોકરીમાંથી બરતરફ કરવા અને સ્કુલના વહીવટી ચોપડા સરકાર હસ્તક લેવા. 10 વર્ષથી માન્યતા વગર જે ફી ઉઘરાવવામાં આવી છે તેનો કરોડો હિસાબ થાય છે. તે વાલીઓને રકમ પાછી આપવાની જવાબદારી સરકારની તથા ટ્રસ્ટીઓની છે. વિદેશ ભાગી જાય તે માટે તેમનાં પાસપોર્ટ પણ જપ્ત કરી લેવા જોએ.
હાલ ડીપીએસની માન્યતા મળેલી નથી અને શાળાની જમીન પણ શિક્ષણનાં હેતુથી લેવાઇ છે કે કેમ તેના અંગે વિવાદ છે. આશ્રમની જગ્યાનો સરકારે કબ્જો લીધો કે કેમ તેની સ્પષ્ટતા કરવી જોઇએ. વાલી મંડળ ઇચ્છે છે કે સરકાર તમામ વિદ્યાર્થીઓને ડીઇઓ મારફતે બીજી સ્કુલમાં એડમિશન અપાવી દે અને ડીપીએસ સ્કુલમાં વહીવટી અધિકારીની નિમણુંક કરે. તમામ મુદ્દે સરકારે ગંભીર થવાની જરૂર છે.

(11:39 pm IST)