Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સુરતના દાંડી રોડ પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત : ટ્રકે અડફેટે લેતા મોપેડ સવાર બે પિતરાઈ ભાઈઓના કરૂણમોત

સુરતઃ દાંડી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકે અડફેટે લેતા મોપેડ સવાર બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.એક્સિડન્ટમાં ટ્રક નીચે કચડાઈ જવાથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કર્યો હતો. દુર્ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ આદરી હતી.

         આ અંગે મળતી વિગત મુજબ દાંડી ગામ ખાતે કેતન મહેશભાઈ પટેલ(ઉ.વ.22) પરિવાર સાથે રહેતો હતો અને પિતરાઈ ભાઈ ચિરાગ પ્રવીણ પટેલ સાથે નવયુગ કોલેજ પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ટિકિટ આપવાનું કામ કરતો હતો. આજે બંને પિતરાઈ ભાઈ નોકરી પરથી મોપેડ (GJ-5-MF-6200) પર ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન દાંડી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર(GJ-05-BY-6961) અડફેટે લીધા હતા.
  ડમ્પરની અડફેટમાં આવ્યા બાદ મોપેડ ટ્રકના આગળના ટાયરમાં ફસાઈ ગયું હતું. ઘટનામાં કેતનનું પાછળના વ્હિલ નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતરાઈ ભાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ડમ્પર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(8:08 pm IST)
  • લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પણ પબ્લિક પ્રોપર્ટીના ભોગે નહીં : સિટિઝનશીપ એક્ટ મામલે થઇ રહેલા તોફાનો દુર્ભાગ્યપૂર્ણ : આ ઍક્ટથી ભારતના કોઈપણ ધર્મના નાગરિકને કોઈ નુકશાન થવાનું નથી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 7:14 pm IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST