Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ગાંધીનગરમાં બોગસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ કરી છેતપિંડી આચરતી ગેંગ સામે ગુનો દાખલ

ગાંધીનગર: હાલમાં વિદેશ મોકલવાના બહાને લોકો સાથે છેતરપીંડી કરતી ટોળકી સક્રિય છે ત્યારે સે-૧૧ અને ત્યારબાદ ર૧માં ટુર્સ એન્ટ ટ્રાવેલ્સની ઓફીસ ખોલી દુબઈ, ન્યુઝીલેન્ડ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. હજુ વધુ ભોગ બનનાર બહાર આવે તેવી શકયતા પણ જોવાઈ રહી છે. ભારતમાં રોજગારીની ઉપલબ્ધતા નહીં હોવાના કારણે લોકો વિદેશ જઈ બમણું કમાવાનું પસંદ કરતાં હોય છે ત્યારે આવા સમયે તેમને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ તૈયાર જ હોય છે ત્યારે ગાંધીનગર શહેરમાં સે-૧૧માં વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફીસ ખોલી લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.અમદાવાદના વટવા ખાતે રહેતાં કુતુબરહેમાન અબ્દુલરહેમાન પઠાણે સે-૭ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમનો સંપર્ક સિધ્ધપુર ખાતે ઈમરાનખાન મહેબુબખાન બલોચ સાથે થયો હતો અને તે વિદેશ મોકલવાનું કામ કરતાં હોવાથી તેમની સે-૧૧ ખાતેની ઓફીસ ખાતે તે અને તેમના સાળા મહોમંદ આરીફ ગુલાબ રસુલ શેખ ગયા હતા જયાં ન્યુઝીલેન્ડ ખાતે મોકલી આપવાના એક વ્યક્તિ દીઠ ત્રણ-ત્રણ લાખ રૂપિયા નક્કી થયા હતા અને જે પેટે કુતુબ રહેમાન પાસેથી ૧.૬૯ લાખ અને મહોમંદ આરીફ પાસેથી ર.ર૦ લાખ મેળવી વિઝા નહીં અપાવી પાસપોર્ટ પણ પરત નહોતો કર્યો.અવારનવાર ઉઘરાણી છતાં યોગ્ય જવાબ પણ આપતાં નહોતા. તો સે-ર૧ પોલીસ મથકમાં પણ રાજસ્થાનના ઝુન્ઝુનમાં રહેતા ફીરોજખાન મહંમદજી ભાટીએ પેથાપુર ખાતે રહેતાં આરીફખાન ઉર્ફે રાણા મહેબુબખાન પઠાણ અને અમદાવાદ ખાતે રહેતાં ઈમરાનખાન મહેબુબખાન બલોચ સામે દુબઈ મોકલવાની લાલચ આપી ર.૮૦ લાખ પડાવી છેતરપીંડી કર્યા અંગેની ફરીયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

(6:33 pm IST)