Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ગતિશીલ વહીવટી તંત્ર અને ઝડપી કામગીરી આપણુ કર્તવ્યઃ કલેકટર નેહા કુમારી

મહીસાગર જિલ્લાના કમાલપુર ખાતે યોજાયેલ ચિંતન શિબીર પ્રસંગે કાર્યકારી કલેકટર નેહાકુમારી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૬ :.. મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અધિકારીશ્રીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબીર લુણાવાડા તાલુકાના કમાલપુર વન વિસ્તારના નાકા તળાવના પ્રાકૃતિક અને મનોરમ્ય વાતાવરણમાં જિલ્લા વિકસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ અવસરે જિલ્લા કલેકટરશ્રી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં ગતિશીલતા આવે તેમજ કામગીરી પ્રક્રિયા ઝડપી અને અસરકારક રીતે થાય તે આપણું કર્તવ્ય છે તેમણે લોકપ્રશ્નો નિયત અવધિમાં નિકાલ થાય તે માટે સર્તકતા દાખવી લોકાભીમુખ અને સંવેદનશીલ વહીવટ માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નાગરીક પુરવઠા નિગમન ચેરમેન રાજેષ પાઠક, લેખક જય વસાવડા, દક્ષેશ ઠાકર, ફીઝીયોથેરાપીસ્ટ ડો. નિલીમાબેન, અધિક નિવાસી કલેકટર આર. આર. ઠક્કર, નાયબ વન સંરક્ષક આર. ડી. જાડેજા, મનહર રોઝ, વિમલ ચૌધરી, પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

(11:50 am IST)