Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

નવસારીમાં ગઈકાલે કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના કાર્યક્રમોમાં ડોલરનો વરસાદ અને રૂપિયાનો વરસાદ

Photo : Rabari

નવસારી : ગઈકાલે કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના કાર્યક્રમોમાં રૂપિયાનો વરસાદ થયા બાદ, હવે નવસારીમા ગીતા રબારીના કાર્યક્રમમાં રૂપિયાની સાથે ડોલરનો વરસાદ પણ પડ્યો હતો. આ ઉપરાંત ધારાસભ્યો પણ ડાયરામાં નોટો ઉછાળતા આબાદ કેદ થયા હતા.

નવસારીના ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીના ડાયરાની રમઝટ બોલાઈ હતી. જેમાં રૂપિયાની સાથે ડોલરનો વરસાદ પડ્યો હતો. લોકોએ ગીતા રબારી પર ડોલર પણ વરસાવ્યા હતા. ગણદેવી પંથકમાં એનઆઈઆરની સંખ્યા વધુ હોવાથી ડાયરામાં ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં સામેલ હતા નેતાઓ પણ. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ડાયરાની રમઝટ સાથે ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં આબાદ કેદ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતર માટે ડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેથી લોકોએ પણ દાનરૂપી ડોલર અને નોટ વરસાદી મદદ માટે આગળ આવ્યા હતા. 

(11:54 am IST)