Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

અપહરણ નહિ પરંતુ જૂથબંધીને કારણે ઉમેદવારીપત્ર પાછું ખેંચ્યું :AAPની પોલ ખોલતા કંચન જરીવાલા

કંચન જરીવાલાએ આરોપો પર કહ્યુ, જ્યારે હું પોતાનું ફૉર્મ ભર્યા બાદ પોતાના સમાજમાં ગયો તો લોકોએ કહ્યુ કે અમે તમારૂ સમર્થન નહી કરીએ, કારણ કે તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છો. મારા સમાજના લોકોએ કહ્યુ કે તમે રાષ્ટ્રવિરોધી પાર્ટી છો, એવામાં હું માનસિક તણાવમાં જતો રહ્યો હતો. તે બાદ મે પોતાનું નોમિનેશન પરત લેવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. સૂરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું નોમિનેશન પરત લઇ લીધુ છે. કંચન જરીવાલાએ સ્પષ્ટતા કરી કે નોમિનેશન પરત લેવા માટે તેમની પર ભાજપે દબાણ બનાવ્યુ નથી.

કંચન જરીવાલાએ આરોપો પર કહ્યુ, જ્યારે હું પોતાનું ફૉર્મ ભર્યા બાદ પોતાના સમાજમાં ગયો તો લોકોએ કહ્યુ કે અમે તમારૂ સમર્થન નહી કરીએ, કારણ કે તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છો. મારા સમાજના લોકોએ કહ્યુ કે તમે રાષ્ટ્રવિરોધી પાર્ટી છો, એવામાં હું માનસિક તણાવમાં જતો રહ્યો હતો. તે બાદ મે પોતાનું નોમિનેશન પરત લેવાનો નિર્ણય કર્યો હતો.

આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યુ હતુ કે, “લોકતંત્રની હત્યા, સૂરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપે અપહરણ કરી લીધુ છે. પહેલા ભાજપે તેમનું નોમિનેશન પત્ર રદ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પછી તેમણે ઉમેદવારી પરત લેવા માટે મજબૂર કર્યા અને હવે તેમનું અપહરણ કરવામાં આવ્યુ. તે કાલ બપોરથી ગાયબ છે.”

કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેચ્યા બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યુ કે, 100 જેટલા ગુંડા અને 100 જેટલા પોલીસ કર્મીઓની હાજરીમાં કંચન જરીવાલા પર દબાણ અને ત્રાસ આપીને ફોર્મ પરત ખેચી લેવામાં આવ્યુ હતુ. લીગલ ટીમનો અભિપ્રાય લઇ રહ્યા છીએ અને તેમના સૂચન પર અમે આગળ વધીશુ.

(6:57 pm IST)