Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

‘આપ'ના વધુ ૪ ઉમેદવારો સાથે ૧૭મી યાદી જાહેર

ખેરાલુ, વિસનગર, માણસા, પાદરા બેઠકના નામો જાહેર કરાયા

રાજકોટ તા. ૧૬ : વિધાનસભા ચૂંટણીમાં હવે ફક્‍ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટીએ નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરી હતી. જે અનુસાર આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મહિનાઓ અગાઉ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. કારણ કે આમ આદમી પાર્ટી માને છે કે ઉમેદવારો જેટલો વધુ સમય પોતાના વિધાનસભા ક્ષેત્રમાં રહેશે, એટલું જલ્‍દી તેઓ તે વિસ્‍તારના લોકો સાથે સારા સંબંધ કેળવી શકશે અને તે વિસ્‍તારની સમસ્‍યાઓને પણ જાણી શકશે. આમ આદમી પાર્ટી તરફથી વધુ એક યાદીની ઘોષણા કરવામાં આવે છે. નવી યાદીના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

ખેરાલુ વિધાનસભાથી દિનેશ ઠાકોરને વિસનગર વિધાનસભાથી જયંતીલાલ એમ. પટેલને માણસા વિધાનસભાથી ભાસ્‍કર પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. પાદરા વિધાનસભાથી સંદીપ સિંહ રાજને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે

તમામ નવા ઉમેદવારોને આમ આદમી પાર્ટી તરફથી ખુબ ખુબ શુભકામનાઓ. અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં આવનારા પરિવર્તનમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મહત્‍વનો ભાગ ભજવશે અને વિધાનસભા ચૂંટણી જીતીને પ્રજાની સમસ્‍યાઓનું સમાધાન લાવશે. આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મહત્‍વપૂર્ણ અને એક ઐતિહાસિક ચૂંટણી હશે અને ચૂંટણીના દરેક પરિણામો આમ આદમી પાર્ટી તરફી હશે.

(12:04 pm IST)