Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજપીપળા બાવાગોર ટેકરીમાં ચાલતા દારૂના અડ્ડા પર એલસીબી પોલીસ ત્રાટકી,12,700નો મુદામાલ ઝડપાયો, આરોપી ગેરહાજર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં ચાલતા દારૂ,જુગાર ના અડ્ડાઓ ઉપર પોલીસની બાઝ નજર હોવાથી હાલ આ વેપલો લગભગ બંધ છે ત્યારે નવા અડ્ડા ખોલી ધંધો કરવા પ્રયાસ કરતા તત્વો પર એલસીબી પોલીસ સતત નજર રાખતી હોય ગતરોજ આવાજ એક અડ્ડા પર છાપો માર્યો હતો.

રાજપીપળા બાવાગોર ટેકરી વિસ્તારમાં ચાલુ થયેલા અંગ્રેજી દારૂના નવા અડ્ડા બાબતે એલસીબીને બાતમી મળતા ત્યાં છાપો મારતા ત્યાર ધંધો કરતા ઝુબેરભાઇ સિરાજભાઇ મલેક (રહે.બાવાગોર ટેકરી રાજપીપળા) ના રહેણાંક મકાનમાં ગે.કા. ઇંગલીશ દારૂના બીયર ટીન નંગ- ૫૨ કિ.રૂપિયા ૫,૨૦૦ તથા કાચના કવાટરીયા નંગ- ૩૦ કિ.રૂ .૩,૦૦૦તથા પ્લા.ના ક્વાટર નંગ -૪૫ કિ.રૂ. ૪,૫૦૦ મળી કુલ પ્રોહિ મુદામાલ કિ.રૂ. ૧૨,૭૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવી ગુનો કરતા એલસીબી એ મુદામાલ જપ્ત કરી ઝૂબેર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:23 pm IST)