Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભાભરની ગંજબજારમાં ચોરીની બુમરાણ બાદ યાર્ડના સેક્રેટરી સહીત ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ

ગુનેગાર ઠરે તે પહેલા ચેરમેને સસ્પેન્ડ કરતા સહકારી આલમમાં ખળભળાટ

 

ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અવાર-નવાર ચોરી મામલે બુમરાડ મચી હતી. જેને લઇ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિત ત્રણ કર્મચારી સામે ગાજ પડતા ચકચાર મચી ગઇ છે. ચોરીના આક્ષેપનો સામનો કરતા સેક્રેટરી સહિતના ત્રણ કર્મચારી ગુનેગાર ઠરે તે પહેલા ચેરમેને સસ્પેન્ડ કરતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા જીલ્લાના ભાભર ગંજબજારમાં કર્મચારીઓની ભુમિકાને લઇ થયેલી ગતિવિધિથી ગંભીર સવાલો ઉભા થયા છે. માર્કેટમાં ચોરી મામલે છેલ્લા કેટલાક સમયથી આક્ષેપો અને શંકાઓ વધી હતી. દરમ્યાન ગંજબજારના ચેરમેને ત્રણ કર્મચારીઓન સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતા દોડધામ મચી ગઇ છે. સાથે ગંજબજારના સચિવ ગણાતા સેક્રેટરી પણ ચેરમેનના આદેશથી સસ્પેન્ડ થતાં જીલ્લાના કૃષિ અને સહકારી આલમમાં ચકચાર મચી ગઇ છે.

(12:18 am IST)