Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આણંદ એસઓજીએ મધ્યરાત્રીના સુમારે કારનો ફિલ્મીઢબે પીછો કરીને 42 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી: ડ્રાઈવર રફુચક્કર

આણંદ: એસઓજી પોલીસે મધ્યરાત્રીના સુમારે ક્રેટા કારનો ફિલ્મીઢબે પીછો પકડીને ૪૨૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે નડીઆદના એક શખ્સને ઝડપી પાડ્યો હતો જો કે ડ્રાયવર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, વડોદરા તરફથી એક ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાયા વાસદ થઈને નડીઆદ તરફ જનાર છે જેના આધારે એસઓજીના બે જવાનો વાસદ ટોલનાકા પાસે પહોંચી ગયા હતા અને વોચમા ગોઠવાઈ ગયા હતા. દરમિયાન એક ક્રેટા કાર નંબર જીજે-૦૭, ડીબી-૬૨૦૦ની આવી ચઢી હતી અને ડ્રાયવર દ્વારા ટોલ ટિકિટ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન વોચમાં રહેલા એસઓજીના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાયવરને પોલીસની સમજ કરીને ઉભી રાખવા જણાવ્યું હતુ એ સાથે જ ચાલકે કારને સ્ટાર્ટ કરી દીધી હતી અને ટોલગેટના આડશવાળા થાંભલા તોડીને ભાગ્યા હતા.

(6:01 pm IST)