Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતના ઉઘના મેઈન રોડ પર પાર્ક કરેલ કારનો કાચ તોડી ગઠિયાએ કાપડના વેપારીના મહત્વના દસ્તાવેજ સાથે આઈફોનની ઉઠાંતરી કરી

સુરત: શહેરના ઉધના મેઈન રોડ ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી સાઉથ ઇન્ડિયન બેંક અને પંજાબ નેશનલ બેંકની વચ્ચે ભંગારના ગોડાઉન સામે કાર પાર્ક કરી પંજાબ નેશનલ બેંકમાં લોનના કામ માટે ગયેલા કાપડ વેપારીની કારનો કાચ તોડી મહત્વના દસ્તાવેજો અને બંધ આઈફોન સાથેનો બેગની ચોરી કરી અજાણ્યો ફરાર થઇ ગયો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિટીલાઇટ રોડ સૂર્ય પેલેસ ફ્લેટ નં. સી/705માં રહેતા 46 વર્ષીય ધીરજભાઈ પવનકુમાર જૈન કાપડના વેપારની સાથે ટેક્ષટાઇલ કમિશન એજન્ટ તરીકે પણ કામ કરે છે.

ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં ધીરજભાઈ પોતાની કાર ( નં. જીજે-05-સીકે-2296) ઉધના મેઈન રોડ ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી સાઉથ ઇન્ડિયન બેંક અને પંજાબ નેશનલ બેંકની વચ્ચે ભંગારના ગોડાઉન સામે કાર પાર્ક કરી પંજાબ નેશનલ બેંકમાં લોનના કામ માટે ગયા હતા. અઢી કલાક બાદ તે પરત ફર્યા ત્યારે તેમની કારનો ડ્રાઇવરની ડાબી બાજુની સીટની બાજુના દરવાજાનો કાચ તૂટેલો હતો અને સીટ ઉપર મુકેલી કાળા રંગની બેગની ચોરી થયાની જાણ થઇ હતી.

(6:00 pm IST)