Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતના લીંબાયતમાં 30 વર્ષીય શખ્સ ઘર નજીક નહેરમાં ન્હાવા જતા પાણીમાં ગરકાવ: ડૂબી જવાના કારણોસર મોતને ભેટ્યો

સુરત: શહેરના લિંબાયતમાં આંબેડકરનગરમાં રહેતો ૩૦  વર્ષીય મુસ્તુફા મુક્તાર ખાન આજે બપોરે ઘર પાસે નહેરમાં ન્હાવા ગયો હતો તે સમયે તે અચાનક પાણીમાં ડુબવા લાગતા બુમો પાડવા લાગ્યો હતો.  તેનો અવાજ સાંભળીને તેનો મિત્ર ઇસરાઇલ બચાવવા દોડી ગયો હતો પણ ત્યાં સુધીમાં તે પાણીમાં ગરક થઇ ગયો હતો.  ફાયરબ્રિગેડે તેને બહાર કાઢીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યાે હતો. તેને ચાર  સંતાન છે. તે  ફ્રુટની લારી ચલાવતો હતો.આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)