Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

વડોદરામાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરોમાં ફ્યુઝની ચોરી થતી હોવાના કારણોસર વીજ પુરવઠો ખોરવાયો

વડોદરા:શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરોમાં લગાવાતા ફ્યુઝ ચોરી લેતી ટોળકીના કારણે રાવપુરા સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની સંખ્યાબંધ ફરિયાદો આજે ઉઠવા પામી હતી.

મળતી વિગતો પ્રમાણે રાવપુરા સબ સ્ટેશન હેઠળ રાવપુરા તેમજ કારેલીબાગના કેટલાક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.આજે સવારે રાવપુરાથી લઈને કારેલીબાગના સાધના નગર સુધીના વિસ્તારોમાં વીજ પુરવઠો ગુલ થયો હોવાની ઢગલાબંધ ફરિયાદો રાવપુરા સબ સ્ટેશનને મળી હતી.જે ટ્રાન્સફોર્મરોમાંથી આ વિસ્તારોેને વીજળી સપ્લાય થાય છે તેની વીજ કંપનીના કર્મચારીઓની ટીમે જઈને તપાસ કરતા તેમાંથી ફ્યુઝ ચોરાયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.ટીમે તાત્કાલિક નવા ફ્યુઝ નાંખ્યા હતા.

(5:39 pm IST)