Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

વડોદરાના પાદરા નજીક ખાનગી કંપનીના કામ કરનાર ઓફિસરનું લગ્નના 15 દિવસ પહેલા બીમારીના કારણે મૃત્યુ નિપજતા પરિવારમાં હરખનો માહોલ શોકમાં છવાયો

વડોદરા:પાદરા નજીક આવેલી ખાનગી કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરતા યુવકના ૧૫ દિવસ પછી વતનમાં લગ્ન થવાના હતા પરંતુ ગુરૃવારે તે ફરજ પર હાજર હતો ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયો અને હોસ્પિટલમં દાખલ કર્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં તેના વતનના ગામમાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

કારેલીબાગમાં અમીતનગર પાસે આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતો અને પાદરા નજીક આવેલી અમોલી ઓર્ગેનિક્સ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો તુષાર સુરેશભાઇ દોંગા (ઉ.૨૬) ગુરૃવારે તે કંપનીમાં ફરજ પર હાજર હતો ત્યારે તેને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડતા તેને વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહી તેનું નિદાન કરવામાં આવતા જાણ થઇ હતી કે તેને છાતીના નીચેના ભાગમાં પીઠ તરફ એક ગાંઠ છે. આ ગાંઠની સારવાર શરૃ થાય તે પહેલા તો તો આજે વહેલી સવારે ગાંઠ ફાટી ગઇ હતી જેના કારણે તુષારનું મોત થયુ હતું.

(5:38 pm IST)