Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બહુચરાજી નજીક સાપાવાડા ગામે કે,આર,કંપનીમાં પગાર વધારો માંગતા 51 કર્મચારીઓને છુટા કરી દીધા : હોબાળો

બહુચરાજી મામલતદાર અને કલેકટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી

બહુચરાજી નજીક સાપાવાડા ગામે આવેલી કાર ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપનીમાં બબ્બે વર્ષથી નોકરી કરતા કામદારોએ પગાર વધારો માંગતા ૫૧ કામદારોને છૂટા કરી રાતોરાત બીજા કામદારોની ભરતી કરી દેવાતાં કામદારોએ કંપની સામે હોબાળો મચાવ્યો હતો. તેમજ કામદારોના આર્થિક શોષણ મામલે બહુચરાજી મામલતદાર અને કલેકટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. તો બીજી બાજુ કામદારોને ધારાધોરણ મુજબ પગાર ચૂકવાતો હોવાનું કંપનીના ડાયરેકટરે જણાવ્યું હતુ.

કામદારોએ જણાવ્યું કે નોકરીએ જતા કામદારોને કંપનીમાં પ્રવેશ અપાયો ન હતો. ૫૧ કામદારોને છૂટા કરી નવી ભરતી કરી દેવાઇ છે.પોતાની રોજગારી છીનવાઈ જતા ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

(1:56 pm IST)