Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

શંખેશ્વર મા ગ્રામ પંચાયત વિકાસ આયોજન GPDP માટે ગ્રામસભા યોજાઈ

પાટણ જીલ્લા ના પછાત તાલુકાઓ મા ગ્રામસભાઓ ના માધ્યમથી દેખાતુ સર્વાંગી વિકાસલક્ષી પરીવર્તન

શંખેશ્વર ગામ મા શંખેશ્વર ગ્રામ પંચાયતના પટાંગણમાં ગ્રામસભાનું આયોજન થયેલ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકો મા ભાઈઓ અને બહેનો પંચાયત બોડી તેમજ વિવિધ વિભાગોના અધિકારી ની હાજરી મા જીલ્લા વિકાસ અધિકારી શ્રી પારેખ તાલુકા વિકાસ અધિકારી ડૉ કલ્પનાબેન ચૌધરી નાયબ ટીડીઓ દેસાઈ  જેવા અધિકારીઓ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરતા જોઈ શંખેશ્વરની ગ્રામસભા બીજી ગ્રામસભાઓ કરતા કંઇક વિસેસ લાગતી હતી

  ગ્રામસભાની શરૂઆત કરતા શંખેશ્વર ગામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી નાથુભાઈ નાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી ગ્રામસભાના અધ્યક્ષ તરીકે સરપંચ ને આમંત્રિત કરેલ તેમજ આજની ગ્રામ સભાના મુખ્ય અતિથિ તરીકે જીલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ડૉ કલ્પનાબેન ચૌધરીને આવકાર્યા હતા આજની ગ્રામસભામાં ઉપસ્થિત તમામ સરકારી કર્મચારીઓનુ સ્વાગત કરી આજની ગ્રામ સભાની શરૂઆત કરાવી

  ત્યારબાદ આજની ગ્રામસભા ને આગળ વધારતા જગદીશભાઈ ડાભી દ્વારા ભૂતપૂર્વ સરપંચ સ્વ પુષ્પાબેન દલપતરામ જોષીના અચાનક અવસાન નુ દુખ વ્યક્ત કરતા આખી ગ્રામસભા એ બેમીનીટ મૌનપાળી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરેલ ત્યારબાદ ગ્રામસભાનો હેતુ સ્પષ્ટ કરાવતા ગામના વિકાસ માટે gpdp નું મહત્વ સમજાવેલ 

  જગદીશભાઈ ડાભી દ્વારા શંખેશ્વર ગામ પંચાયત દ્વારા શંખેશ્વરના વિકાસ માટે કરવાલાયક તમામ પ્રકારની કામગીરી માટે સ્વેચ્છા સમય ને સહયોગ નુ સુત્ર રજુ કરતા ગામ લોકો ના સાથ સહકારની અપેક્ષા સાથે બતાવેલ કે ગામડાઓનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે પંચાયતની સાથે ગ્રામજનો વિકાસમાં સહભાગી બને જીપીડીપી નુ મહત્વ સમજાવતા આજની ગ્રામસભા અને પંચાયતની સક્રિય ભૂમિકા થી ગામ વિકાસ શક્ય છે પરંતુ આતરમાળખાગત સુવિધાઓ વધારવા કરતા સામાજીક અને માનવ વિકાસ ના કાર્યો ને પ્રાથમિકતા આપવી જોયે તેવી વાત કરેલ હતી

  ગ્રામસભાને આગળ વધારતા તલાટી દ્વારા જણાવેલ કે પંચાયત દ્વારા દરેક વોર્ડમાં મુલાકાત કરી ત્યાંની સમસ્યાઓ ને જાણવા પ્રયત્ન કરેલ તેની સાથે ગ્રામસભા ની પુર્વેતૈયારી ના ભાગ રૂપે દરેક વોર્ડના સભ્યો દ્વારા લેખિતમાં આવેલ દરેક વોર્ડની સમસ્યાઓ તેમજ વ્યક્તિગત સમસ્યાઓની આવેલી અરજીઓ નું પણ વાંચન કરેલ જેમાં ખાસ કરીને સી.સી.રોડ આંગણવાડીની મરામત નવી આંગણવાડી માટે રજૂઆત વરસાદી પાણીનો નિકાલ ખૂટતી ગટર લાઈન ઊભરાતી ગટરો ની સમસ્યાઓથી છુટકારો દેવીપુજક સમાજ ના વસવાટની જમીન કાયદેસર કરવા માટેની ભલામણ શંખેશ્વર માં આવેલ સરકારી દવાખાનામાં ગાયનેક ડોક્ટર ની નિમણૂક તેમજ પોસ્ટમોર્ટમ રૂમની સમસ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મકાન ની માંગણી તેમજ અમુક પરિવારોને બાકી રહી ગયેલા ટોયલેટ ની માંગ તેમજ  શંખેશ્વરની મુખ્ય બજારમાં રેલિંગ લગાવવાના  આયોજન ને ફરી વિચારણા માં લેવા તેમજ  વેપારી મિત્રોની સમસ્યાઓને  જાણી આગળ વધવા માટેની રજુઆત તેમજ  વેપારી મિત્રોને  આગળ  ફાળવેલી દુકાનો માં બાકી રહી ગયેલા વેપારીઓની સમસ્યાઓ મુખ્ય હતી

  ત્યારબાદ ગ્રામસભાને આગળ વધારતા વ્યક્તિગત સમસ્યાઓ માટે લોકો ને પોતાની રજુઆત કરવા માટે ભલામણ કરેલ જેમાં લોકોએ તેમની સમસ્યાઓની રજૂઆત કરેલ ખાસ કરીને બીપીએલ યાદી વર્ષોથી ગામમાં વસવાટ કરતા લોકો માટે આધાર પુરાવા નિરાધાર લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરવું જરૂરિયાત મંદ લોકો ને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા તેમજ બાકી રહી જતાં લોકો ને ટોયલેટ મળી રહે તે માટે આયોજન કરવા બાબતે લોકો દ્વારા રજૂઆત કરેલ હતી

  ગ્રામસભા ને આગળ વધારતા સરકારના વિવિધ વિભાગોમાંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિભાગ દ્વારા શંખેશ્વર ગામ માં કરેલ કામગીરી તેમજ લાભ મળેલ લાભાર્થીઓની યાદી વાચી તે કામગીરી માં મળેલ સરકાર તરફથી સહાય ની આંકડાકીય માહિતી આપેલ જેમાં ખાસ કરીને આઇસીડીએસ વિભાગ સ્વચ્છ ભારત મિશન વિભાગ મિશન મંગલમ વિભાગ આરોગ્ય વિભાગ પશુ સારવાર વિભાગ મનરેગા વિભાગ દ્વારા  કરેલા કામો સાથે આગામી વર્ષે મા કરવા લાયક કામો નુ આયોજન પણ બતાવેલ  હતી

ત્યારબાદ શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર કલ્પના બેન ચૌધરી દ્વારા ગામના વિકાસ માટે ભૌતિક સુવિધાઓ ને પ્રાધાન્ય ના આપતા વગર પૈસાથી થતા કામોમાં વધારે ધ્યાન આપવા જેવી ભલામણ કરેલ જેમાં ખાસ કરીને કુપોષિત બાળકો શિક્ષણ અને સ્વચ્છતાની સાથે વિધવા સહાય અને વૃધપેંસન જેવા કામોમા ની બાબતમાં લોકોએ જાગૃત થવાની સાથે આપણે આદતોમાં પરિવર્તન લાવવાથી પણ ગામનો વિકાસ થઈ શકે જે બાબતો ને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતના તેમજ તાલુકા પંચાયતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનવા માટે ભલામણ કરેલ હતી

 રીલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલ રાજગોર દ્વારા કામગીરી બાબતે પરીચય આપતા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ના કાર્યક્રમ મા માગૅદશૅક છે તેમજ SSNNL ની મદદ ચાલતો તેલીયાક્ષાર ના કાર્યક્રમ બાબતે વિગતવાર માહિતી આપી હતી જેમા જમીન અને ખેતી સુધારણા પાણી સંગ્રહ ઓર્ગેનિક અને જૈવિક ખેતી ને પ્રોત્સાહન ફાર્મર પ્રોડયુસર કંપની જેવા કામો છે શંખેશ્વર ગામ ને આદર્શ ગામ બનાવવા સ્વચ્છતા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ GPDP ગ્રામ પંચાયત ને તાલીમ માહીતી માર્ગદર્શન ગ્રામપંચાયત ના આયોજન માટે ગામના દરેક ધરનુ સર્વે કરવાનુ કામ ચાલુ છે જેમા પુરતો સહકાર આપવા અનુરોધ કરેલ હતો

  કાર્યક્રમના અંતમાં જિલ્લાવિકાસ અધિકારી પારેખ દ્વારા ગ્રામસભાનું આયોજન તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની સાથે પંચાયત બોડીને તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનની કામગીરીને બીરદાવતા ગામની રજૂ થયેલી સમસ્યાઓમાંથી કુપોષણ ને દૂર કરવા માટે  લોકભાગીદારી  સરકારી દવાખાનામાં ગાયનેક ડોક્ટર ની નિમણૂક કરવા હોસ્પિટલ તેમજ જૈન સંસ્થાની મદદ થી નિરાકરણ લાવવા દેવીપુજક સમાજ ના રહેઠાણ અને જમીન સંપાદન કરવા માટેની પ્રક્રિયા ફરીથી કરવા તેમજ મુખ્ય બજારમાં  લગાડવાની રેલીંગ ના વિષય મા યોગ્ય ચર્ચા વિચારણા કરવા વાત કરેલ પંચાયત આ બાબતે પ્રાથમીકતાના ધોરણે કાર્ય કરવા સુંચન કરેલ તેમજ લોકોને વિસ્તારપૂર્વક આ વિષયો ની સમજ આપી તેમના નિરાકરણ માટે પંચાયતને સક્રિય ભૂમિકા ભજવી આવા પ્રશ્નો નુ નિરાકરણ કરવા માટે ભલામણ કરેલ જેમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી પૂરતો સાથ સહયોગ આપવાની ખાત્રી આપેલ હતી

ગ્રામ સભાના અંતમાં જગદીશભાઈ ડાભી દ્વારા  ગ્રામસભામાં ઉપસ્થિત તમામ અધિકારી  તેમજ ગ્રામજનો આભાર માનતા  ગ્રામસભાને પૂર્ણ જાહેર કરેલ  હતી

  આ ગ્રામસભાને સફળ બનાવવા માટે  ગ્રામસભાના આયોજનના ભાગરૂપે પૂર્વ તૈયારીમાં ગ્રામ પંચાયત ના નવા નિયુક્ત સરપંચ તેમજ તલાટી નાથુભાઈ  દ્વારા  સાત દિવસ પહેલા  ગ્રામસભા ની  નોટીસ બોર્ડ માં જાહેરાત  ગામની જાહેર જગ્યાઓમાં પ્રીન્ટેડ નોટીસ ચોટલી  ગ્રામસભા ની માહિતી આપેલ તેમજ ગ્રામસભા ના દિવસે માઈક સીસ્ટમ સાથે  ઓટો રીક્ષા દ્વારા  ગામમાં એનાઉન્સમેન્ટ કરાવેલ ગ્રામ પંચાયત ના સભ્યો ની  આગલા દિવસે મીટીંગ કરી પ્રશ્નો સાથે ચર્ચા વિચારણા તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મળેલ માહિતી અને માર્ગદર્શન ના અમલીકરણ દ્વારા આ  ગ્રામસભાને એક  આદર્શ ગ્રામ સભા બનાવવા માટે પ્રયત્ન કરેલ  જેમાં ખાસ કરીને જીલ્લા વિકાસ અધિકારી પારેખ  તાલુકા વિકાસ અધિકારી ડૉ કલ્પનાબેન ચૌધરી નાયબ તાલુકા વિકાસ અધિકારી દેસાઈ  તેમજ  સરકારશ્રીના વિવિધ વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિ સાથે  ગામના 250 થી વધુ ભાઈઓ તેમજ 50 થી વધુ બહેનોની હાજરી સાથે સુંદર સંચાલન અને યોગ્ય રજુઆતો અને સંતોષકારક પ્રત્યુત્તરો ના કારણે આ ગ્રામસભા ને એક સફળ ગ્રામસભા બનાવેલ છે એવુ મહીલા સરપંચ હેતલબેન જગદીશભાઈ ડાભી ની યાદી મા જણાવેલ છે

(11:59 am IST)