Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજ્યમાં ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી મંજૂરી : જુલુસ અંગેની SOPની કરાશે સત્તાવાર જાહેરાત

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી અને રાજય ગૃહમંત્રીને પત્ર લખી પરવાનગી માંગી હતી. ધારાસભ્યો અને કમિટીઓની રજૂઆત બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદ : મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબીના રોજ રાજયમાં ઝુલુસ કાઢવા માટે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી અને રાજય ગૃહમંત્રીને પત્ર લખી પરવાનગી માંગી હતી. જેથી આજે સીએમ અને ગૃહમંત્રી દ્વારા શરતી મંજુરી આપી હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી 19 તારીખે મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબી આવનાર છે. જેથી કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય દ્વારા ઝુલુસની પરવાનગી માંગવામાં આવી હતી. આ અંગે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલની સૂચના અનુસાર ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા ત્રણ મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ,ઈમરાન ખેડાવાલા અને મોહમંદ જાવેદ પીરઝાદાની માંગણીના અનુસંધાને ઈદે મિલાદ ઉન નબીમાં સમગ્ર ગુજરાત રાજયમાં શરતી પરવાનગી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજયમંત્રી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

જો કે, કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે જુલુસનો સમય,ઝુલુસમાં જોડાવાનારા વ્યક્તિઓની સંખ્યા અને એસઓપી અંગેની જાહેરાત મોડી રાત સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઈદે મિલાદ ઉન નબીમાં ઝુલુસ કાઢવા માટેની પરવાનગી મુખ્યમંત્રી,રાજય ગૃહમંત્રી અને રાજય પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે.

(12:39 am IST)