Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

શ્લોક બજાજને હરાવીને અક્ષિત સાવલા સ્ટેટ મેન્સ સિંગ્લ્સ ટીટીમાં ચેમ્પિયન

ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ : બીજા ક્રમાંકિત અક્ષિતે ચોથા ક્રમાંકિત શ્લોક સામે ૧૨-૧૦, ૮-૧૧, ૧૧-૯, ૮-૧૧, ૧૧-૯, ૧૧-૭થી વિજય મેળવ્યો

આણંદ, તા.૧૬ : ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-૨૦૨૧ની મેન્સ ફાઈનલમાં રોમાંચક જંગ જામ્યો હતો. જેમાં પ્રથમ વખત ફાઈનલમાં પહોંચેલા અમદાવાદના અક્ષિત સાવલાને સુરત ના શ્લોક બજાજ તરફ મજબૂત પડકાર મળ્યો હતો. જોકે, અક્ષિતે શાનદાર રમત દાખવતા પોતાનું પ્રથમ મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવામાં સફળતા મેળવી હતી. ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ આણંદ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજીત છે.

યુગપુરૂષ વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્સ ખાતે રમાયેલી ટુર્નામેન્ટના બીજા દિવસે મેન્સ ડ્રોમાં ઘણા રોમાંચક પરિણામો જોવા મળ્યા હતા. જેમાં બીજા ક્રમાંકિત અક્ષિતે ચોથા ક્રમાંકિત ૧૫ વર્ષીય શ્લોક સામે ૧૨-૧૦, -૧૧, ૧૧-, -૧૧, ૧૧-, ૧૧-૭થી વિજય નોંધાવ્યો હતો.

વિજય નોંધાવ્યા બાદ ૨૨ વર્ષીય અક્ષિતે જણાવ્યું હતું કેમારું સ્વપ્ન સાકાર થયું છે. હું અગાઉ શ્લોક વિરુદ્ધ રમ્યો હતો અને હું જાણું છું કે તે એક અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ હું પણ મારી યોજના સાથે રમ્યો હતો. મેં સેટ થવા માટે મારો સમય લીધો હતો, મારા હરીફની રમતનું એનાલિસિસ કર્યું હતું અને એક સમયે એક પોઈન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરતો હતો. મને લાગે છે કે રણનીતિ મારા પક્ષમાં રહી.

અગાઉ સેમિફાઈનલમાં શ્લોકે ટોચના ક્રમાંકિત કચ્છના ઈશાન હિંગોરાણીને ૧૧-, ૧૧-, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-૪થી પરાજય આપીને લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. જ્યારે અક્ષિતે સુરતના અયાઝ મુરાદની વિજયકૂચનો અંત લાવતા ૧૧-, -૧૧, ૧૧-, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-૬થી વિજય નોંધાવ્યો હતો. અયાઝ સામેના વિજયથી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. એક સમયે મેં -૧ની સરસાઈ મેળવી હતી પરંતુ બાદમાં હું -૨થી પાછળ થઈ ગયો હતો. તે પોઈન્ટ્સ વચ્ચે મેં સેટ થવામાં થોડો સમય લીધો હતો અને તે મારા માટે લાભદાયક રહ્યું હતું, તેમ અક્ષિતે ઉમેર્યું હતું.

અયાઝ માટે ટુર્નામેન્ટ ઘણી સારી રહી હતી અને તેણે ઈશાન સામે -૧૧, ૧૧-, ૧૧-, ૧૧-૭થી વિજય નોંધાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. બીજી તરફ શ્લોકને બે વખત નિરાશા સાંપડી હતી. જૂનિયર બોય્ઝ (અંડર-૧૯) કેટેગરીની ફાઈનલમાં પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કેટેગરીમાં ત્રીજા ક્રમાંકિત શ્લોકને ફાઈનલમાં ભાવનગરના ચોથા ક્રમાંકિત હર્ષિલ કોઠારી સામે -૧૧, -૧૧, ૧૧-, ૧૧-, -૧૧, -૧૧ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

સેમિફાઈનલમાં શ્લોકે અમદાવાદના બીજા ક્રમાંકિત અભિલાષ રાવલને ૧૧-, -૧૧, ૧૧-, ૧૩-૧૧, -૧૧, ૧૧-૯થી હરાવ્યો હતો. જ્યારે હર્ષિલે ટોચના ક્રમાંકિત બુરહાનુદ્દિન માલુભાઈને સામે ૧૧-, -૧૧, ૧૪-૧૨, ૧૧-, ૧૧-૬થી વિજય નોંધાવ્યો હતો. જ્યારે બુરહાનુદ્દિન સામે ૧૧-, ૧૧-, ૧૧-૨થી વિજય નોંધાવીને અભિલાષ ત્રીજા સ્થાને રહ્યો હતો.

બીજી તરફ વિમેન્સ અને જૂનિયર ગર્લ્સ (અંડર-૧૯) ફાઈનલ્સમાં અપેક્ષિત પરિણામો રહ્યા હતા.

ટોચની ક્રમાંકિત સુરતની ફ્રેનાઝ ચિપિયાએ ત્રીજી ક્રમાંકિત ભાવનગરની પ્રાથના પરમાર સામે ૧૧-, ૧૧-, ૧૪-૧૨, ૧૧-૪થી વિજય નોંધાવીને વિમેન્સ ટાઈટલ જીતી લીધું હતું.

ફ્રેનાઝની સાથી ખેલાડી ફિલઝાહ ફાતેમા કાદરીએ જૂનિયર ગર્લ્સ (અંડર-૧૯)નું ટાઈટલ જીત્યું હતું. કેટેગરીની ફાઈનલમાં ટોચની ક્રમાંકિત ફિલઝાહે ભાવનગરની બીજી ક્રમાંકિત નામના જયસ્વાલને ૧૧-, ૧૧-, ૧૧-, ૧૧-૯થી હરાવી હતી. વિમેન્સની સેમિફાઈનલમાં પ્રાથનાએ ભૂતપૂર્વ ચેમ્પિયન ભાવનગરની દિવ્યા ગોહિલને ૧૧-, ૧૧-, -૧૧, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-૭થી હરાવી હતી. જ્યારે ફ્રેનાઝે ચોથી ક્રમાંકિત ફિલઝાહને ૧૧-, ૧૧-, ૧૧-, ૧૧-૮થી પરાજય આપ્યો હતો.

દિવ્યા સામે ૧૧-, -૧૧, ૧૧-, ૧૧-૭થી વિજય નોંધાવી ફિલઝાહ ત્રીજા સ્થાને રહી હતી.

સબ જૂનિયર ગર્લ્સ (અંડર-૧૯)માં નામનાએ બે ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજી ક્રમાંકિત અમદાવાદની કૌશા ભાઈરાપુરે સામે -૧૧, -૧૧, ૧૧-, ૧૨-૧૦, ૧૫-૧૩, ૧૧-૮થી વિજય નોંધાવ્યો હતો. જ્યારે ફિલઝાહે સાથી ખેલાડી અને ચોથી ક્રમાંકિત આફરિન મુરાદે ૧૧-, -૧૧, ૧૧-, -૧૧, ૧૧-, ૧૧-૫થી વિજય નોંધાવ્યો હતો. જ્યારે કૌશા આફરિન સામે ૧૧-, ૧૫-૧૩, ૧૧-૮થી વિજય નોંધાવીને ત્રીજા સ્થાને રહી હતી.

મુખ્ય પરિણામો

મેન્સ ફાઈનલઃ અક્ષિત સાવલા જીત્યા વિરૂદ્ધ શ્લોક બજાજ ૧૨-૧૦, -૧૧, ૧૧-, -૧૧, ૧૧-, ૧૧-

સેમિફાઈનલઃ અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ ૧૧-, -૧૧, ૧૧-, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-

શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ ઈશાન હિંગોરાણી ૧૧-, ૧૧-, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-

/ અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ ઈશાન હિંગોરાણી -૧૧, ૧૧-, ૧૧-, ૧૧-

વિમેન્સ

ફાઈનલઃ ફ્રેનાઝ ચિપિયા જીત્યા વિરુદ્ધ પ્રાથના પરમાર ૧૧-, ૧૧-, ૧૪-૧૨, ૧૧-

સેમિફાઈનલઃ પ્રાથના પરમાર જીત્યા વિરુદ્ધ દિવ્યા ગોહિલ ૧૧-, ૧૧-, -૧૧, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-

ફ્રેનાઝ ચિપિયા જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતિમા કાદરી ૧૧-, ૧૧-, ૧૧-, ૧૧-

/: ફિલઝાહ ફાતિમા કાદરી જીત્યા વિરુદ્ધ દિવ્યા ગોહિલ ૧૧-, -૧૧, ૧૧-, ૧૧-

જૂનિયર ગર્લ્સ (અંડર-૧૯)

ફાઈનલઃ ફિલઝાહ ફાતિમા કાદરી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ ૧૧-, ૧૧-, ૧૧-, ૧૧-

સેમિફાઈનલઃ નામના જયસ્વાલ વિરુદ્ધ કૌશા ભાઈરાપુરે -૧૧, -૧૧, ૧૧-, ૧૨-૧૦, ૧૫-૧૩, ૧૧-

ફિલઝાહ ફાતિમા કાદરી જીત્યા વિરુદ્ધ આફરિન મુરાદ ૧૧-, -૧૧, ૧૧-, -૧૧, ૧૧-, ૧૧-

/: કૌશા ભાઈરાપુરે જીત્યા વિરુદ્ધ આફરિન મુરાદ ૧૧-, ૧૫-૧૩, ૧૧-

જૂનિયર બોય્સ (અંડર-૧૯)

ફાઈનલઃ હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ શ્લોક બજાજ ૧૧-, ૧૧-, -૧૧, -૧૧, ૧૧-, ૧૧-

સેમિફાઈનલઃ શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ ૧૧-, -૧૧, ૧૧-, ૧૩-૧૧, -૧૧, ૧૧-

હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દિન માલુભાઈ ૧૧-, -૧૧, ૧૪-૧૨, ૧૧-, ૧૧-

અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દિન માલુભાઈ ૧૧-, ૧૧-, ૧૧-

(9:33 pm IST)