Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નર્મદાની સપાટી ૧૩૦.૬૦ મીટરઃ જળ જથ્થો ૭૪.૬પ ટકાઃરાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઉનાળો પાર કરાવી દેશે

રાજકોટ તા. ૧૬ :.. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઇ રહ્રયો છે. મધ્ય પ્રદેશ તરફથી ધીમી આવકના કારણે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. હવે ડેમ ઓવરફલો થવા આડે ૮ મીટર બાકી રહ્યો છે. દિવાળી સુધીમાં ડેમ છલકાઇ જાય તેવી શકયતા નકારાતી નથી.

નર્મદા ડેમની આજે સવારની સપાટી ૧૩૦.૬ર મીટરે પહોંચી છે. કુલ સંગ્રહ શકિતના ૭૪.૬પ ટકા પાણી ઉપલબ્ધ છે. ૯૪૬૦ એમ. સી. એફ. ટી. ની ક્ષમતા સામે ૭૦૬ર.ર૩ એમ. સી. એફ. ટી. પાણી ઉપલબ્ધ છે. ગયા વર્ષની ૧૬ ઓકટોબરની સરખામણીએ જળ જથ્થો ઓછો છે છતાં સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ સંતોષકારક છે. હવે પાણીની આવક વધે નહિ તો પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લાભાર્થી વિસ્તારોને પાણીની મુશ્કેલી પડે તેમ નથી. નર્મદાના લાભાર્થી વિસ્તારોને રાબેતા મુજબ પાણી આપી શકાય તેવા સંજોગો છે. 

(4:14 pm IST)