Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ડીસાના કસારી પીએચ સેન્ટરમાં હેલ્થ વર્કરે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

માનસિક તકલીફની દવા ચાલુ હોય અંતિમ પગલું ભર્યાનું આરોગ્ય વિભાગનું કથન

ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી સબસેન્ટરમા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી.જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમાર કેશુભાઈ ખંડવી છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ડીસા તાલુકાના કંસારી ખાતે પી.એચ.સી સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હતા.બુધવારે તેઓ તેમની ફરજ ઉપર ગયા હતા.જ્યા પેટા આરોગ્ય કેન્દ્રની રૂમના પંખા પર દોરડું બાંધી ગળે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.બનાવની જાણ થતા આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા ગ્રામજનો તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે દીપકભાઈ માનસીક તકલીફની દવા લઈ રહયા હતા.જેના કારણે આ પગલું ભર્યું હતું.બનાવની જાણ થતા મૃતકના પિતા તત્કાલ ઘટના સ્થળે દોડી આવી કલ્પાત મચાવ્યો હતો.બાદમાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ માટે ડીસા સિવિલ ખસેડી હતી.

(10:40 pm IST)