Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઓનલાઇન વેપાર કરતી વિદેશી કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની વિરમગામ મોબાઇલ એસોસિયેશનની માંગણી

વિરમગામ મોબાઇલ એસોસિયેશનના વેપારીઓ એ રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

વિરમગામ:ઓનલાઇન વેપાર કરતી વિદેશી કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની વિરમગામ મોબાઇલ એસોસિયેશન  માંગ કરી હતી. અમદાવાદ જીલ્લાના વિરમગામ મોબાઇલ એસોસિયેશનના વેપારીઓ એ રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

  અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન વેચાતા મોબાઇલ કંપની સામે વિરોઘ વઘી રહ્યો છે. તેવામાં બુધવારે વિરમગામ મોબાઇલ વેપારી એસોસિયેશન ના આશરે 100 થી વઘુ વેપારીઓ બંઘ પાળી, બેનરો સાથે રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિરમગામ મોબાઇલ વેપારી એસોસિયેશનના વેપારીઓ જોડાયા હતા.

(7:41 pm IST)