Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સુરત-કડોદરા રોડ પર ખેતરોના ફાયર સેફટી વગર ગેરકાયદે બનાવેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનને નોટિસ ફટકારવામાં આવી: 6થી વધુ ગામના હજારોને મળ્યા રાહતના સમાચાર

સુરત:સુરત-કડોદરા રોડના ખેતરોનાં ફાયર સેફટી વગર ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનો નોટિસ આપ્યા બાદ તબક્કાવાર રીતે તોડી પડાશે. તાજેતરમાં જે ગોડાઉનોને નોટિસ અપાઇ હતી તેમના બાંધકામની પરવાનગીના પુરાવા ચકાસવા અને તેમને સાંભળવા સુડા કચેરીમાં ૨૧ ઓક્ટોબરે સુનાવણી રાખવામાં આવી છે. બાંધકામ અંગે પરવાનગી નહી હોય તેવા ગોડાઉનો સીલ કરાશે અથવા તો તોડી પડાશે.

સુરત-કડોદરા હાઇવે પર આવેલા ગામો કુંભારીયા, નિયોલ, સાબરગામ, અંત્રોલી, વાંકાનેડા અને વરેલી ગામના લોકો અહી રોડની સમાંતર ખેતરોમાં બની ગયેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનોને કારણે પરેશાન છે. ભારે વાહનોની અવરજવરને લીધે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ગામલોકો માટે અકસ્માતનું જોખમ છે. આ હાઇવેનો સર્વિસ રોડ મોટાભાગે ભારે વાહનોની બ્લોક થઇ ગયેલો હોય છે. આ બાબતે ગામલોકોએ પુણા પોલીસ તેમજ વહીવટીતંત્રને ફરિયાદો કરી હતી.

(5:24 pm IST)