Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વડોદરા: એસબીઆઇના ગ્રાહકની એફડીમાંથી બરોબર ભેજાબાજે લોન મેળવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા તપાસ શરૂ

વડોદરા: શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રેસકોર્ષ ખાતેની બ્રાંચમાં ફરજ બજાવતા જીગ્નેશ  માળીએ બેંકના ગ્રાહકની એફડીની રકમમાંથી લોન મેળવી વધુ એક ગ્રાહક સાથે ઠગાઇ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઇન કરેલી ઠગાઇની જીગ્નેશ માળી સામે ત્રીજી ફરિયાદ દાખલ થતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક હિંગલોટ ગામમાં રહેતા છગનભાઇ જીનાભાઇ માળીએ રૃા.૯૦ હજાર એફડી પાદરા તાલુકામાં જાસપુરની સ્ટેટ બેંક ઓફ ઇંન્ડિયાની બ્રાંચમાં તા.૧ નવેમ્બર ૨૦૧૦ના રોજ મુકી હતી. પાકતી મુદતે  તા.૧૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ  એફડીની રકમ રિન્યુ કરવા માટે તેઓ બેંકમાં જઇને બેંકના મેનેજર રાજકુમાર સંતલાલ યાદવને મળ્યા હતાં. બેંક મેનેજરે બેંકની સિસ્ટમમાં ચેક કરતા એફડીની આ રકમ સામે લોન લીધી હોવાનું જણાયું હતું.

(5:14 pm IST)